મોરબી: તાજેતરમાં જ રીનોવેશન બાદ ખુલ્લો મુકાયેલો ઝુલતો કેબલ બ્રિજ આજે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોરબીના મચ્છુ નદી પર બનેલા બ્રિજ પર એક સાથે 500થી વધુ લોકો સાંજના સમયે આવી ગયા હતા. એવામાં 100થી પણ વધુ વર્ષ જૂનો બ્રિજ તૂટી જતા લોકો નદીમાં ખાબક્યા હતા. સમગ્ર મામલાની ગંભીરતા જોતા CM તથા હર્ષ સંઘવી તમામ કાર્યક્રમો રદ કરી મોરબી જવા રવાના થયા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા તથા ઈસુદાન ગઢવી પણ રાજકોટથી મોરબી જવા રવાના થયા છે. તેઓ ઈજાગ્રસ્ત અને પીડિતોના પરિવારજનોની મુલાકાત લેશે.
ADVERTISEMENT
બ્રિજ તૂટતા તંત્ર પર ઉઠ્યા સવાલ
સમગ્ર મામલાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને સવાલ કર્યા છે કે, મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો. જેમાં અનેક લોકો પાણીની અંદર ફસાયા છે. ઈશ્વર સૌને સુરક્ષિત રાખે એવી પ્રાર્થના. આ સમગ્ર ઘટનામા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જે ખુબ શરમજનક છે! આ પુલ હજી ત્રણ દિવસ પહેલા જ સમારકામ બાદ ખુલ્લો મુકાયો હતો. શુ સરકારે આ પુલની ગુણવત્તા નહોતી ચકાસી?
42 જેટલા લોકોના મોતની પુષ્ટિ
જ્યારે બીજી તરફ મોરબીમાં પૂર્વ ધારાસભ્યનો પણ એક વીડિયો હાલમાં સામે આવ્યો છે. જેમાં તેઓ 60 જેટલી બોડી નદીમાંથી કાઢી હોવાનું જણાવી રહ્યા છે. જેમાં મોટા પ્રમાણમાં બાળકો પણ હોવાનું સામે આવી રહ્યું છે. જો કે અધિકારીક રીતે હજી સુધી આ અંગે કોઇ માહિતી નથી મળી રહી. પરંતુ 42 થી વધારે લોકોના મૃતદેહોને કન્ફર્મ કરવામાં આવી રહ્યા છે.
140 વર્ષ જૂનો હતો બ્રિજ
નોંધનીય છે કે, મોરબીનો આ ઝુલતો બ્રિજ 20 ફેબ્રુઆરી 1879 ના રોજ મુંબઇ ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકાયો હતો. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે 1880 માં બનીને તૈયાર થયો હતો. આ પુલનો સામાન ઇંગ્લેન્ડની મંગાવાયો હતો. આ પુલ દરબારગઢથી નજરબાગને જોડતો હતો. હાલ આ પુલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાંકાંઠા વિસ્તારને જોડે છે. 140 વર્ષ જુનો આ બ્રિજન 765 ફૂટ લાંબો છે. આ બ્રિજને ખુબ જઐતિહાસિક માનવામાં આવે છે.
ADVERTISEMENT
