Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે PM મોદી મહેસાણામાં પ્રચાર માટે આવી રહ્યા છે. મહેસાણાની બેઠક છેલ્લા 32 વર્ષથી ભાજપનો ગઢ રહી છે. ખાસ વાત એ છે કે ભાજપને દેશમાં સૌથી પહેલી જીત મહેસાણા લોકસભા સીટ પર મળી હતી. ત્યાર બાદ મહેસાણાની વિધાનસભા બેઠક પણ ભાજપના કબ્જામાં આવી અને ત્યારથી અહીંની વિધાનસભા ચૂંટણીમાં આજ સુધી કોઈ પક્ષ હરાવી ભાજપને શક્યો નથી.
ADVERTISEMENT
મહેસાણાની બેઠકનો રોચક ઈતિહાસ
દેશમાં ભાજપને સૌથી પહેલી જીત મહેસાણા બેઠક પર થઈ હતી. વર્ષ 1984માં ભાજપના એ.કે પટેલ આ બેઠકથી સાંસદ બન્યા હતા. આ ચૂંટણીમાં ભાજપને માત્ર 2 લોકસભા સીટ મળી હતી. જે બાદ પાર્ટી જનસંઘની હિન્દુત્વની વિચારધારા તરફ ધકેલાઈ હતી. 1984માં 2 લોકસભા સીટથી શરૂ કરનાર ભાજપે 2019 303 લોકસભા સીટો જીતી હતી. પાર્ટીએ આ બાદ તેઓ સળંગ પાંચ ટર્મ સુધી મહેસાણાની લોકસભા સીટથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ બાદ વર્ષ 1990થી મહેસાણા વિધાનસભા બેઠક પર પણ સતત ભાજપનું જ કમળ ખીલતું આવ્યું છે. છેલ્લા 32 વર્ષથી અહીંની વિધાનસભા બેઠક ભાજપના જ કબ્જામાં છે. છેલ્લા ટર્મની ચૂંટણીમાં તો ભાજપ-કોંગ્રેસને બાદ કરતા અન્ય 12 ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી.
2017માં શું ગણીત હતું
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો મહેસાણા બેઠક પરથી ભાજપમાંથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોંગ્રેસના જીવાભાઈ પટેલને 7,137 વોટથી હરાવી વિજેતા થયા હતા. મહેસાણાની બેઠક 1990થી ભાજપનો ગઢ રહી છે. મહેસાણાની બેઠક પર કુલ 2,16,149 મતદારો છે, જેમાં 1,12,658 પુરુષ મતદારો અને 1,03,497 જેટલા મહિલા મતદારો છે.
અત્યાર સુધી કયા પક્ષનું પલડું રહ્યું ભારે
મહેસાણાની બેઠક પર અત્યાર સુધીના ચૂંટણીના પરિણામો પર એક નજર કરીએ તો વર્ષ 1990થી આ બેઠક પર સતત ભાજપની જીત થતી આવી છે. ભાજપ દ્વારા અહીંથી પટેલ ઉમેદવારને જ દર વર્ષે ટિકિટ આપવામાં આવે છે. વર્ષ 2012-2017માં નીતિન પટેલ, 2002થી 2007 સુધી અનિલકુમાર પટેલ, અને 1990થી સળંગ ત્રણ ટર્મ એટલે કે 1998 સુધી ખોડાભાઈ એન. પટેલ ભાજપમાંથી અહીં ચૂંટણી જીત્યા હતા. જ્યારે આ પહેલા 1972થી લઈને 1985 સુધીમાં કોંગ્રેસ પાસે આ બેઠક રહી હતી.
ADVERTISEMENT
