PSI ભરતીમાં કૌભાંડ? મયુર તડવીની આકરી પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, આ રીતે લાગ્યો નોકરીએ

અમદાવાદ: ગુજરાતમાં તાજેતરમાં થયેલી PSIની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ યુવરાજસિંહ જાડેજા દ્વારા ગઈકાલે કરવામાં આવ્યા હતા. ભરતીમાં લાગવગવાળી સહી અને બનાવટી દસ્તાવેજો ઊભા કરીને…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં તાજેતરમાં થયેલી PSIની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ યુવરાજસિંહ જાડેજા દ્વારા ગઈકાલે કરવામાં આવ્યા હતા. ભરતીમાં લાગવગવાળી સહી અને બનાવટી દસ્તાવેજો ઊભા કરીને એક યુવકે PSIની નોકરી મેળવી લીધી હોવાનો આક્ષેપ કરાયો હતો. આટલું જ નહીં આ યુવક કરાઈ એકેડમી ખાતે પોલીસ ટ્રેનિંગ લેવા પણ પહોંચી ગયો હોવાનો ઘટસ્ફોટ તેમણે કર્યો હતો. ત્યારે ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લેતા મયુર તડવીની ગઈકાલે સાંજે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

મયુર તડવીએ નામમાં ટેમ્પરિંગ કરીને નોકરી મેળવ્યાનું કબૂલ્યું
મળતી માહિતી પ્રમાણે મયુરકુમાર લાલજીભાઈ તડવીએ પોલીસ વિભાગના ઊચ્ચ અધિકારીઓ પાસે સ્વીકાર કરેલ છે કે તેણે હેકિંગ અને ટેમ્પારિંગના માધ્યમથી આ કૃત્ય આચરેલું છે. નામમાં ટેમ્પરીંગ કરવામાં આવેલું જેના નિમણુંક પત્રો બરોડાથી ઇસ્યુ થયેલા હતા અને 5 વ્યક્તિઓના નામ હતા. જેમાં ત્રીજા નામના તાલીમાર્થી વિશાલસિંહ રાઠવા(સાચો ઉમેદવાર) હતો. જેમાં મયુર તડવી નામના ખોટા વ્યકિતએ ટેમ્પરિંગ કરીને પોતાનું નામ લખી નાખ્યું હતું. યુવરાજસિંહે કહ્યું કે, મારી વિશાલસિંહ રાઠવા જોડે ગઈકાલે રાત્રે વાતચીત થઈ હતી. તે વ્યક્તિ નિર્દોષ છે અને તેને આવી કોઈ વાતની જાણ ન હતી એવું જણાવ્યું હતું. હાલમાં આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ હવે પોલીસ વિભાગ અત્યારે તમામ તાલીમાર્થીઓને ક્રોસ વેરીફાઈ કરી રહ્યું છે.

પરીક્ષાના પરિણામમાં નામ નથી તે વ્યક્તિએ લીધી પોલીસ ટ્રેનિંગ!
યુવરાજસિંહ જાડેજાએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરતા કહ્યું હતું કે, 15 જાન્યુઆરી 2022ના રોજ PSIની ભરતી યોજાઈ હતી અને હાલમાં તેની કરાઈ એડેકમીમાં પાસ થયેલા પોલીસ જવાનોની ટ્રેનિંગ ચાલી રહી છે. જેમાં સ્કોડ-5, ચેસ્ટ નંબર 140 મયુરકુમાર તડવી PSIની ટ્રેનિંગ લઈ રહ્યા છે.આ ભાઈને DGP ઓફિસમાંથી એલોટમેન્ટ લેટર મળેલો છે. જેમાં તેનું નામ પણ દર્શાવવામાં આવેલું છે. આ ભાઈનું નામ પ્રિલીનરી પરીક્ષામાં પણ નથી, ફિઝિકલ ટેસ્ટના પાસ ઉમેદવારોમાં પણ નથી. મુખ્ય પરીક્ષાનું રીઝલ્ટ તપાસ્યું તેમાં પણ નથી. આ ભાઈ એકપણ પરીક્ષામાં પાસ નથી તો તેમને ટ્રેનિંગ સેન્ટરમાં સીધી એન્ટ્રી કેવી રીતે મળી?

ભરતી પ્રક્રિયા અને અધિકારીઓ સામે ઉઠ્યા સવાલ
બરોડા પોલીસ સ્ટેશનમાંથી અપાયેલા નિમણૂંક પત્રોમાં પણ આ ભાઈનું નામ નથી. અહીં ત્રીજા નંબરનું નામ અલગ છે. એટલે આ ઘટના ઘણા બધા ગંભીર સવાલો ઊભા કરે છે. આ ભાઈ પોલીસ ટ્રેનિંગ સુધી કેવી રીતે પહોંચ્યા? માની લો કે ડોક્યુમેન્ટમાં છેડછાડ કર્યું છે તો પછી ટ્રેનિંગ સેન્ટર ખાતે મોટા અધિકારીઓ દ્વારા ક્રોસ વેરિફિકેશન કેમ ન કરવામાં આવ્યું? હાલ પણ આ ભાઈ ટ્રેનિંગ સેન્ટરમાં છે.

 

    follow whatsapp