LPG Cylinder Price Reduced : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર એક પોસ્ટમાં આ અંગેની જાણકારી આપતા લખ્યું કે આનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે, સાથે જ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઘટશે.
ADVERTISEMENT
સિલિન્ડર સબસિડીને પણ એક વર્ષ માટે લંબાવાઈ
આ પહેલા મોદી સરકારની કેબિનેટે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર દીઠ સબસિડી રાહતને એક વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપી છે. આ રાહત પ્રતિ સિલિન્ડર 300 રૂપિયાની મળે છે. તો પીએમ મોદીની નવી જાહેરાત બાદ હવે હવે આજથી એલપીજી સિલિન્ડર 100 રૂપિયા સસ્તો મળશે.
હવે કેટલામાં મળશે સિલિન્ડર?
9 વાગ્યા સુધી ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ અપડેટ કરવામાં આવ્યા ન હતા. સબસિડી વગરના 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત અમદાવાદમાં 910 રૂપિયા, દિલ્હીમાં 903 રૂપિયા છે અને કોલકાતામાં 929 રૂપિયા છે. હવે મોદી સરકારની આ જાહેરાત બાદ તે અમદાવાદમાં 810 રૂપિયા, દિલ્હીમાં 803 રૂપિયા અને કોલકાતામાં 829 રૂપિયામાં મળશે.
ADVERTISEMENT
