વિરેન જોશી/મહીસાગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે લડી લેવાના દિવસો છે. આ દરમિયાન ભાજપ સામે ભાજપના જ નારાજ નેતાઓએ અપક્ષ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મહીસાગરની લુણાવાડા બેઠક પર પણ ભાજપના નેતા જે.પી પટેલને ટિકિટ ન મળતા નારાજ થઈને અપક્ષથી લડી રહ્યા છે. ત્યારે જે. પી. પટેલ પર પ્રહાર કરતાં જીતુ વઘાણીએ કહ્યું કે ક્ષિક્ષણ ક્ષેત્રે આગળ વધવું સહેલું નથી ભાજપ સંગઠનમાં કામ કરતા હતા સરકાર માં હતા અને ભાજપ જોડે હતા માટે ક્ષિક્ષણ જગતમાં મોટા થયા બાકી તમે જાતે મોટા થવાતું નથી પાર્ટી એ માં છે અને જે માં સાથે દ્રોહ કરે છે એ કોઈનો નથી.
ADVERTISEMENT
લુણાવાડા બ્રાઈટ સ્કૂલ કારવા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીગ્નેશ સેવકના જનસમર્થનમાં આયોજિત શિક્ષક સભાને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સંબોધી હતી જેમાં ગુજરાત સરકારની શિક્ષકોને લગતી વિવિધ યોજનાઓ અને પાછલા 2 દાયકામાં શિક્ષકો માટે કરવામાં આવેલા કાર્યોની માહિતી પૂરી પાડી જીગ્નેશ સેવકને પુનઃ જંગી બહુમતીથી જીતાડવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. આ સાથે ભાજપમાંથી બગાવત કરીને અપક્ષ ઉમેદવારી કરનાર પાર્ટીના પૂર્વ પ્રમુખ અને રાજ્યના શિક્ષણ ક્ષેત્રના અગ્રણી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે પાર્ટી એ માં છે અને જે માં સાથે દ્રોહ કરે છે એ કોઈનો નથી.
જે માં સાથે દ્રોહ કરે છે એ કોઈનો નથી
ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. આ વચ્ચે લુણાવાડા બ્રાઈટ સ્કૂલ કારવા ખાતેની સભામાં જીતુ વાઘાણીએ ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરનારા જે.પી પટેલ પર પ્રહાર કરતાં કહ્યું કે પાર્ટી એ માં છે અને જે માં સાથે દ્રોહ કરે છે એ કોઈનો નથી. અમારે તેના સબંધો પાર્ટીના કારણે હતા.એટલે કોઈ પણ ભ્રમમાં આવ્યા વગર કમળ નિશાન પર મતદાન કરજો.
દગો કરનારનું ભાજપમાં કોઈ સ્થાન નથી
ભાજપ સાથે દગો કરનાર દ્રોહી છે અને આવા લોકોનું ભાજપમાં કોઈ સ્થાન નથી. ચૂંટણી પછી હું જોઇશ કે કોણ કોનું થાય છે. ક્ષિક્ષણ ક્ષેત્રે આગળ વધવું સહેલું નથી ભાજપ સંગઠનમાં કામ કરતા હતા સરકાર માં હતા અને ભાજપ જોડે હતા માટે ક્ષિક્ષણ જગતમાં મોટા થયા બાકી તમે જાતે મોટા થવાતું નથી
ADVERTISEMENT
