નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે બુધવારે 7 જૂન)થી મહત્વની મેચ રમવાની છે. ટીમની ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023ની અંતિમ મેચ છે. પરંતુ આ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમ WTC ફાઈનલ માટે પ્રેક્ટિસ કરી રહી હતી. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો. નેટ પ્રેક્ટિસ દરમિયાન, બોલ રોહિતના ડાબા હાથના અંગૂઠા પર વાગ્યો.
ADVERTISEMENT
અંગૂઠા પર બોલ લાગવાના કારણે રોહિત તરત જ બેટ છોડીને અંદર ગયો. રોહિતે સાવચેતીના પગલા તરીકે આગળ નેટ પ્રેક્ટિસ કરી ન હતી. જો કે થોડા સમય પછી ભારતીય ચાહકો માટે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે.એવું જાણવા મળ્યું છે કે રોહિત શર્માની ઈજા બહુ ગંભીર નથી. તે ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ટેસ્ટ મેચ રમી શકે છે. WTC ફાઈનલ બુધવાર (7 જૂન)થી લંડનના ધ ઓવલ મેદાન પર રમાશે.
IPL બાદ ખેલાડીઓને આરામ નથી મળ્યો
ભારતીય ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝન રમીને સીધા લંડન પહોંચ્યા છે. આઈપીએલની ફાઈનલ મેચ 29 મે (રિઝર્વ-ડે) ના રોજ રમાઈ હતી. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 26 મેના રોજ રોહિતની કેપ્ટન્સીમાં એલિમિનેટર રમી હતી. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓને આરામ મળ્યો નથી.
રોહિત શર્મા ખરાબ ફોર્મમાં
ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ સમયે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આઈપીએલ દરમિયાન પણ તેમનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. જોકે તેની ટીમ ચોક્કસપણે પ્લેઓફમાં પહોંચી હતી. જ્યાં તેને એલિમિનેટરમાં ગુજરાત ટાઇટન્સ સામે હાર્યા બાદ બહાર થવું પડ્યું હતું. IPLમાં, રોહિતે 16 મેચ રમી, 20.75ની એવરેજથી 332 રન બનાવ્યા. આ દરમિયાન તે માત્ર 2 ફિફ્ટી જ ફટકારી શક્યો હતો. જો કે રોહિતે આ વર્ષે ટેસ્ટમાં થોડું સારું ફોર્મ બતાવ્યું છે. આ વર્ષે તેણે 4 ટેસ્ટ મેચ રમી જેમાં 40.33ની એવરેજથી 242 રન બનાવ્યા. આ દરમિયાન તેણે સદી પણ ફટકારી છે. રોહિતે આ તમામ મેચો માત્ર ભારતની ધરતી પર ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.
WTC ફાઈનલ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (c), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કેએસ ભરત (wk), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ, ઇશાન કિશન (wk).
સ્ટેન્ડબાય ખેલાડીઓ: યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ.
WTC ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:
પેટ કમિન્સ (c), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (wk), કેમરોન ગ્રીન, માર્કસ હેરિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ (wk), ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, નાથન લિયોન, ટોડ મર્ફી, માઈકલ નેસર, સ્ટીવ સ્મિથ (વાઇસ કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર
ભારત અને ઓસ્ટ્રેલિયાના રેકોર્ડ્સ (ઓવલ )
ભારત – 14 ટેસ્ટ, 2 જીત, 5 હાર, 7 ડ્રો
ઓસ્ટ્રેલિયા – 38 મેચ, 7 જીત, 17 હાર, 14 ડ્રો
ADVERTISEMENT
