નવી દિલ્હી: ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. તેણે છેલ્લે 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ તેને પડતો મૂકવામાં આવ્યો હતો. ભારતીય ટીમ 7 થી 11 જૂન દરમિયાન યોજાનારી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મેદાને ઉતરશે
ADVERTISEMENT
. આ મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાશે. રહાણે ઉપરાંત ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરની પણ ટીમમાં વાપસી થઈ છે. ત્યારે સૂર્યકુમાર યાદવને પડતો મૂકવામાં આવ્યો છે. બીજી તરફ રોહિત શર્મા ટીમની કેપ્ટનશીપ ચાલુ રાખશે. તેની સાથે ટીમમાં શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે અને કેએલ રાહુલ છે. કેએસ ભરતને વિકેટકીપર તરીકે મેદાને ઉતારવામાં આવશે. ફાસ્ટ બોલરોમાં શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને જયદેવ ઉનડકટનો સમાવેશ થાય છે. સાથે જ સ્પિન તરીકે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા મેદાને રહેશે.
ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં સામેલ સૂર્યકુમાર યાદવની ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી. સૂર્યકુમાર ઉપરાંત કુલદીપ યાદવ અને ઈશાન કિશન પણ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને ચોથી ટેસ્ટમાં પડતાં મૂકવામાં આવ્યા હતા. શ્રેયસ અય્યર ઈજાના કારણે ક્રિકેટથી દૂર છે. તે IPLમાં પણ જોવા મળ્યો નથી.
રહાણેએ 12 સદી અને 25 અડધી સદી ફટકારી
અજિંક્ય રહાણેએ ભારત માટે છેલ્લી ટેસ્ટ 11 જાન્યુઆરી 2022ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. મેચ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેણે ભારત માટે 82 ટેસ્ટમાં 38.52ની એવરેજથી 4932 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 12 સદી અને 25 અડધી સદી ફટકારી છે. ઘણી મેચોમાં ભારતની કેપ્ટનશીપ કરી ચુકેલા રહાણે 15 મહિના બાદ ટેસ્ટના મેદાને દેખાશે. રહાણેએ તેની છેલ્લી ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર એક અડધી સદી ફટકારી છે. આ કારણોસર તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. રહાણેએ રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. મુંબઈ માટે બે સદીની મદદથી 57.63ની એવરેજથી 634 રન બનાવ્યા. જો કે તેની ટીમ નોકઆઉટ સુધી પહોંચી શકી નહોતી.
ભારતની ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ. યાદવ, જયદેવ ઉનડકટ.
ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો
ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. તેણે છેલ્લે 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2021-23 સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા બાદ બીજા સ્થાને છે.
ADVERTISEMENT
