અમદાવાદ: શહેરના ગોદરેજ ગાર્ડન સિટીમાં પતિએ પત્નીની ગળું કાપીને ઘાતકી હત્યા કર્યાનો બનાવ બન્યો છે. દંપતિ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયા બાદ મારામારી થઈ હતી. જેમાં પતિએ પત્નીનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. બાદમાં પુરાવાના નાશ કરવા માટે આખા ઘરમાં આગ લગાવી દીધી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: બનાસકાંઠાનો પ્રથમ કિસ્સો, પોલીસના લોક દરબારમાં મહિલા વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ
પતિએ ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા કરી
ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન ટાવરમાં વહેલી સવારે આગ લાગી હતી. બારીમાંથી આગની જ્વાળાઓ બહાર નીકળતી દેખાતા રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી. બનાવને પગલે ફાયર બ્રિગેડની 6 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને બુજાવવાનો પ્રયાસ શરૂ કર્યા હતા. જેમાં એક મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જોકે બાદમાં ખુલાસો થયો કે પતિએ જ ઘરેલુ કંકાસમાં પત્નીની ગળું કાપીને નિર્મમ હત્યા કરી નાખી હતી અને બાદમાં ઘરને આગ ચાંપી દીધી હતી.
આ પણ વાંચો: રાજકોટ મ્યુનિ. કચેરીમાં કોઈ દારૂ પાર્ટી કરી ગયું? દારૂની ખાલી બોટલોનો વીડિયો વાઈરલ થયો
ઘટના સમયે દંપતિના બાળકો સ્કૂલે હતા
આ દંપતિને એક દીકરો અને દીકરી છે. જેઓ બંને આ બનાવ બન્યો ત્યારે બાળકો સ્કૂલે ગયા હતા. આ દરમિયાન જ પતિ-પત્ની વચ્ચે કોઈ કારણથી તકરાર થઈ હતી જેમાં ગુસ્સામાં પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું હતું. આગના બનાવના પગલે રહીશોના જીવ પડીકે બંધાયા હતા. ઈડન ટાવરમાં 12માં માળેથી તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે ચાલી ન શકે તેવા વૃદ્ધોને ટેરેસ પર સફળતા પૂર્વક લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
