China Earthquake: ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 110થી વધુ લોકોના મોત, પાકિસ્તાનની પણ ધ્રુજી ધરા

malay kotecha

19 Dec 2023 (अपडेटेड: Dec 19 2023 1:40 AM)

China Earthquake: ચીનમાં ભયાનક ભૂકંપે તબાહી મચાવી દીધી છે. ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર…

gujarattak
follow google news

China Earthquake: ચીનમાં ભયાનક ભૂકંપે તબાહી મચાવી દીધી છે. ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે. ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, સોમવારે રાત્રે 23:59 વાગ્યે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ પહેલા પાકિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

આ પણ વાંચો

ભૂકંપમાં 111 લોકોના મોત

ગાંસુના પ્રાંતીય ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું છે કે ભૂકંપની તીવ્રતા એટલી તેજ હતી કે ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. ચીનના સરકારી મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 111 લોકોના મોત થયા છે. જ્યારે 230થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

અનેક ઈમારતો ધરાશાયી થતા લોકો દટાયા

મળતી માહિતી અનુસાર, ભૂકંપને કારણે સૌથી વધુ નુકસાન કાઉન્ટી, ડિયાઓજી અને કિંઘાઈ પ્રાંતમાં થયું છે. અહીં અનેક ઈમારતો ધરાશાયી થવાને કારણે લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે, હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે.

પીડિતો સુધી પહોંચાડવામાં આવી રહી છે મદદ

ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC)એ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ 35.7 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 102.79 ડિગ્રી પૂર્વ રેખાંશમાં નોંધાયું છે. ઈમરજન્સી સેવાઓએ લોકોને મદદ કરવાનું શરૂ કરી દીધું છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને પીડિતો સુધી મદદ પહોંચાડવામાં આવી રહી છે.

પડી રહી છે કડકડતી ઠંડી

સિન્હુઆના રિપોર્ટ અનુસાર, ચીનના નેશનલ કમિશન ફોર ડિઝાસ્ટર પ્રિવેન્શન, મિટિગેશન એન્ડ રિલીફ અને ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે લેવલ-IV ડિઝાસ્ટર રિલીફ ઈમરજન્સીને સક્રિય કરી છે. જોકે, વધું ઉંચાઈવાળો વિસ્તાર હોવાને કારણે અહીં ફૂલ ઠંડી પડી રહી છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડે છે.

પાકિસ્તાનની પણ ધ્રુજી હતી ધરતી

તમને જણાવી દઈએ કે સોમવારે પાકિસ્તાનમાં પણ 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર (NSMC) અનુસાર, ભૂકંપ 133 કિમીની ઊંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર ભારતમાં જમ્મુ અને કાશ્મીર હતું. રાજધાની ઈસ્લામાબાદની સાથે અન્ય શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

    follow whatsapp