અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તોડજોડની રાજનીતિ એ વેગ પકડ્યો છે. કાલે ભાજપના દિગ્ગજ નેતા જય નારાયણ વ્યાસે ભાજપ માંથી રાજીનામું આપી દીધું હતું ત્યારે આજે કોંગ્રેસના નેતા હિમાસું વ્યાસે કોંગ્રેસનો સાથ છોડ્યો છે. કોંગ્રેસથી નારાજ થઈ રાજીનામું આપનાર હિમાંશુ વ્યાસ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અને પાટીલની ઉપસ્થિતમાં જોડાયા ભાજપમાં
પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને સી આર પાટીલની હાજરીમાં કોંગ્રેસના નેતા હિમાંશુ વ્યાસ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે
હિમાંશુ વ્યાસ બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે, બંને વખત ભાજપના ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો. હિમાંશુ વ્યાસને સામ પિત્રોડાના નજીકના માનવામાં આ
ખડગેને આપ્યું હતું રાજીનામું
કોંગ્રેસના દિગ્ગજ નેતા એ આજે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને રાજીનામું આપતા કહ્યું કે, હું કોંગ્રેસના ઓવર્સિસ કોંગ્રેસના ઇનચાર્જ પદ પરથી રાજીનામું આપું છું તથા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપું છું.
ADVERTISEMENT
