Gujarat Titansને IPLમાં ચેમ્પિયન બનાવનાર આ સ્ટાર ખેલાડીએ ફ્રેન્ચાઈઝી છોડી, હવે નવી ટીમમાં રમશે

અમદાવાદ: IPL ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સે (Gujarat Titans) 17 સપ્ટેમ્બરે એક મોટી જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. IPL 2022માં ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ…

gujarattak
follow google news

અમદાવાદ: IPL ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સે (Gujarat Titans) 17 સપ્ટેમ્બરે એક મોટી જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. IPL 2022માં ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે (Shubman Gill) ફ્રેન્ચાઈઝીનો સાથ છોડી દીધો છે. તેમણે IPLની પાછલી સીઝનમાં ટીમમાં ચેમ્પિયન બનાવવામાં ઘણીવાર સારી શરૂઆત આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે આ સીઝનમાં 400થી વધુ રન બનાવ્યા હતા. જોકે આ મામલે વધુ જાણકારી સામે નથી આવી.

ગુજરાત ટાઈટન્સે આપી જાણકારી
ગુજરાત ટાઈટન્સે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને આ મામલે જાણકારી આપી છે. ટ્વીટમાં ફ્રેન્ચાઈઝીએ ગિલને ટેગ કરતા લખ્યું, તમારી આ સફર યાદગાર રહી છે. આવનારા ભવિષ્ય માટે તમને શુભકામનાઓ. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને IPL 2022 પહેલા જ પ્રી-ઓક્શનમાં હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન સાથે 8 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. ગિલે ફ્રેન્ચાઈઝીના આ ટ્વીટને રિટ્વીટ કર્યું અને તેના પર હાર્ટ ઈમોજી સાથે રિપ્લાય પણ કર્યો.

IPL 2022માં ગિલે 4 અડધી સદી ફટકારી હતી
શુભમન ગિલે IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યું અને ચાર અડધી સદી ફટકારી હતી. તેણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા 16 મેચોમાં 483 રન બનાવ્યા હતા. તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 96 રન હતો, જ્યારે તેની સ્ટ્રાઈક રેટ 132.33 અને એવરેજ 34.50ની રહી હતી. હવે જોવાનું રહેશે કે આગામી સીઝનમાં શુભમન ગિલ IPLની કઈ ફ્રેન્ચાઈઝી સાથે જોડાશે.

    follow whatsapp