પેપરલીક મામલે ATSએ વડોદરાથી 15 શખ્સોની પરીક્ષાના પેપર સાથે ધરપકડ

વડોદરાઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની આજે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જે હવે યોજાશે નહીં કારણ…

gujarattak
follow google news

વડોદરાઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની આજે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જે હવે યોજાશે નહીં કારણ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. મોડી રાત્રે પોલીસે એક શખ્સને ઝડપ્યા પછી આ પેપર ફૂટ્યાનો ખુલાસો સામે આવ્યો હતો. આ મામલે રાજ્યમાં ઠેરઠેર પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ, ટાયર સળગાવવા, સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દરમિયાનમાં ગુજરાત એટીએસ દ્વારા વડોદરાથી 15 શખ્સોને એક્ઝામના પેપર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

‘156 બેઠક છતા ભરોસો નથી, શિક્ષણમંત્રી-અધિકારીઓને તુરત બરતરફ કરો’ વિદ્યાર્થીઓમાં આક્રોશ

ગુજરાત ATSની સતત વોચ
ગુજરાતમાં વધુ એક પેપર લીક થયાની ઘટના બની છે. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી ભરતી માટેનું એક્ઝામ પેપર લીક થઈ જતા પરીક્ષા મોકુફ થઈ છે અને વિદ્યાર્થીઓમાં વધુ એક પેપરકાંડને લઈને રોષ ભભુક્યો છે. તેવા સંજોગોમાં ગુજરાત એટીએસ દ્વારા આ મામલા પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ મામલે ગુજરાત એટીએસના એસપી સુનિલ જોશી કહે છે કે, ગુજરાત એટીએસ દ્વારા આ મામલામાં સંડોવાયેલાઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના વડોદરામાંથી 15 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે કે જેમની પાસે આ પરીક્ષાનું પેપર હતું. સરકારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આગળની તપાસ ચાલી રહી છે.

આંધ્ર પ્રદેશથી પેપર લીક થયું
હાલમાં મળી રહેલી વિગતો પ્રમાણે જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું છે તે ગુજરાત બહારથી લીક કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો એવી પણ મળી રહી છે કે આ પેપર આંધ્ર પ્રદેશથી લીક થયું છે. જોકે તેની હાલ કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી.

    follow whatsapp