અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અત્યારે સવારથી જ હાડ થીજવતી ઠંડી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે બનાસકાંઠામાં હજુ પણ ઠંડીનો પારો ગગડી શકે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે નવા વર્ષથી જ ઠંડીનું જોર રાજ્યમાં વધી શકે છે. અત્યારે શિયાળો સખત અનુભવાઈ રહ્યો છે. ચલો આગામી આગાહી પર નજર કરીએ..
ADVERTISEMENT
અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું
અત્યારે જોવા જઈએ તો શહેરનું લઘુત્તમ તાપમાન ઘટતું જઈ રહ્યું છે. શહેરમાં વહેલી સવારથી જ ઠંડા પવનના વાયરા શરૂ થઈ ગયા છે. ત્યારે હવે શિયાળાની ગુલાબી ઠંડી દૂર થઈ હવે કોલ્ડ વેવ જેવી સ્થિતિ અમદાવાદીઓ આગામી સમયમાં અનુભવી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે લઘુત્તમ તાપમાન સતત ઘટી શકે છે.
બનાસકાંઠામાં ઠંડીનું પ્રમાણ વધશે
નોંધનીય છે કે બનાસકાંઠામાં ઠંડીનું પ્રમાણ સતત વધી શકે છે. ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી રહી શકે છે. ત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે વધુ પડતી ઠંડી પડી શકે છે. બીજીબાજુ રાજકોટ, નર્મદા, મહેસાણા, જુનાગઢમાં ઠંડીનું પ્રમાણ સતત વધી શકે છે.
ADVERTISEMENT
