અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં અટકેલાં કામો વાયુ વેગે પૂર્ણ થવા લાગ્યા છે. એક બાદ એક ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા લાગ્યા છે. આ દરમિયાન આજે ગુજરાતે પાણી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતે જલ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારના ઘરોમાં 100 ટકા નળ કનેક્શનની સિદ્ધિ હાંસલ કરી છે. આ અંગે હર્ષ સંઘવીએ ટ્વિટ કરી શુભકામના પાઠવી છે.
ADVERTISEMENT
ગુજરાતે જલ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારના ઘરોમાં 100 ટકા નળ કનેક્શનની સિદ્ધિ હાંસલ કરી હોવાની મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજયના ગ્રામીણ વિસ્તારને 100 ટકા નળ જોડાણની સિદ્ધી પ્રાપ્ત કરનાર રાજયની આજે કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગષ્ટ, 2019ના રોજ લાલ કિલ્લા પરથી જલ જીવન મિશનની જાહેરાત કરી હતી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ આ મિશનનો ઉદ્દેશ્ય વર્ષ 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરોમાં 100 ટકા નળ જોડાણ દ્વારા પાણી પૂરું પાડવાનો અને દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો પુરોપાડવાનો છે.
જાણો શું કહ્યું હર્ષ સંઘવીએ
નવા વર્ષના શુભ અવસર પર વધુ એક સિદ્ધિ. ગુજરાતને 100% હરઘરજલ રાજ્ય જાહેર કર્યું.પીએમના પ્રસિદ્ધ નેતૃત્વ હેઠળ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઋષિકેશ પટેલના પ્રયાસોથી ગુજરાતના દરેક ઘરમાં હવે “જલ” છે
વધુ એક ટ્વિટ કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે “ગુજરાત પાણીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યું”. પાણી એ જીવનનો આધાર છે, પાણીના એક ટીપાની કિંમત ગુજરાતીઓ કરતાં ભાગ્યે જ કોઈ જાણતું હશે. મહિલાઓના જીવનમાં પરિવર્તનથી લઈને દરેક ઘરની જરૂરિયાતો પૂરી કરીને “મોદી સરકારે” બતાવ્યું છે.
ઋષિકેશ પટેલે આ અંગે ટ્વિટ કરતાં કહ્યું કે, ડબલ એન્જિન સરકારની પ્રતિતી કરાવતી ઐતિહાસિક સિદ્ધિ.. હવે રાજ્યના ૧૦૦% ગ્રામીણ વિસ્તારોમાં સફળતાપૂર્વક નળ થી જળ પહોંચશે..
ADVERTISEMENT
