ગાંધીધામ નગરપાલિકા ફરી વિવાદમાં, પ્રમુખ ઈશિતા ટીલવાણી પર શાહી ફેંકાતા મચ્યો હોબાળો

Niket Sanghani

• 08:10 AM • 31 Jan 2023

કચ્છ: લોકો હવે નેતાને સવાલ કરતાં અને નેતાઓનો જાહેરમાં વિરોધ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે. પોતાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ઉશ્કેરાવટમાં અનેક સમસ્યા ઊભી કરી…

gujarattak
follow google news

કચ્છ: લોકો હવે નેતાને સવાલ કરતાં અને નેતાઓનો જાહેરમાં વિરોધ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે. પોતાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ઉશ્કેરાવટમાં અનેક સમસ્યા ઊભી કરી લેતા હોય છે. આવિ જ ઘટના કચ્છના ગાંધીધામમાં સામે આવી છે. ગાંધીધામ નગરપાલિકા ફરી વિવાદમાં આવી છે.  ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતા ટીલવાણી પર શાહી  ફેંકાતા હોબાળો મચ્યો છે.

આ પણ વાંચો

કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ નગરપાલિકા ફરી એક વખત વિવાદના વંટોળમાં આવી છે. આજે કચ્છ જિલ્લાની ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઈશિતા ટીલવાણી પર શાહી  ફેંકાતા હોબાળો મચ્યો છે.  શહેરના વોર્ડ -12માં વિકાસના કામ ન થતા વિરોધ થયો હતો. ત્યારે આ મામલે કોઈએ પાલિકા પ્રમુખ પર શાહી ફેકી છે.

ગાંધીધામનાં નગરજનો પણ અનેક વખત નગરપાલિકા નાં પ્રમુખની નિષ્ક્રિય કામગીરીથી નારાજ થઈ અનેક વખત ભાજપનાં ઉચ્ચ પદાધિકારીઓને રજૂઆત કરી ચૂક્યા છે.  નગરપાલિકા પ્રમુખ પર ભ્રષ્ટાચારનાં આરોપ પણ લાગી ચૂક્યા છે. ત્યારે આજે ઈશીતા ટીલવાણી પર શાહી  ફેંકાતા હોબાળો મચ્યો છે. અને આ મામલે ગાંધીધામ નગર પાલિકા પ્રમુખ ઇશીતા ટીલવાણીએ પોલીસને બોલાવાની ફરજ પડી છે.

આ પણ વાંચો: પેપર લીક મામલે ભાજપના નેતા થયા નારાજ, પત્રમાં વ્યથા ઠાલવી ધરી દીધું રાજીનામું

અગાઉ પણ પાલિકા પ્રમુખ રહ્યા છે વિવાદમાં
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ નગરપાલિકામાં ભષ્ટાચાર અને ભાગબટાઈના મુદે ફરી શાસક પક્ષ ભાજપના નગકસેવકો અને પદાધિકારીઓ સામસામે આવી ગયા હતા. અગાઉ 42 લોકો દ્વારા અવિશ્વાસ રજુઆત પછી ફરી એક વખત 22 જેટલા નગરસેવકોએ મંજુરી વગર થયેલા વિકાસકામોના મુદે નારાજગી વ્યકત કરીને ભષ્ટાચાર અને ભાગબટાઈના પાલિકાના જવાબદારો સામેેના આક્ષેપોને હવા આપવાનું કામ કર્યું છે. જેમાં ગાંધીધામ નગરપાલિકાનો એક પત્ર સામે આવ્યો હતો. જેમાં સેનિટેશન સમિતિના ચેરમેન કમલ શર્માના લેટરહેડ પર 22 નગરસેવકોની સહી બોલી રહી છે. આ પત્ર વડે ગાંધીધામ પાલિકાના ભાજપના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણીને રજુઆત કરવામાં આવી હતી. કે ગટર સમસ્યાના કામોને તાકિદના ધોરણે નગરસેવકોની ભલામણને પગલે બનાવી અપાયા છે. હવે થઈ ગયેલા વિકાસકામોને મંજુરી આપવા ટેન્ડરિંગ કરવામાં આવી રહયું છે. જે યોગ્ય નથી જે તે ઠેકેદારોના નામથી જ આ ઠરાવ કરવાની માંગણી કરવામાં આવી છે.

વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા 

    follow whatsapp