Gandhinagar: ઉદયપુરથી પરત ફરી રહેલા મિત્રોની ગાડી તળાવમાં ખાબકતા 4 લોકોનાં મોત

Gandhingar Breaking News : ગાંધીનગર નજીક આવેલા દશેલા ગામે તળાવમાં ગાડી ખાબકતા 4 લોકોનાં મોત નિપજ્યાં છે. હાલ તો ઘટના અંગે માહિતી મળતા સ્થાનિક તંત્ર…

Car drowning in lake

Car drowning in lake

follow google news

Gandhingar Breaking News : ગાંધીનગર નજીક આવેલા દશેલા ગામે તળાવમાં ગાડી ખાબકતા 4 લોકોનાં મોત નિપજ્યાં છે. હાલ તો ઘટના અંગે માહિતી મળતા સ્થાનિક તંત્ર રાહત અને બચાવકામગીરી ચલાવી રહ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. ગાંધીનગરના દશેલ ગામે આટલી મોટી દુર્ઘટના સર્જાતા હાહાકાર મચી ગયો છે.

પાંચ મિત્રો અમદાવાદથી ઉદયપુર ફરવા માટે ગયા હતા

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાંચ મિત્રો અમદાવાદથી ઉદયપુર ફરવા માટે ગયા હતા. જે પૈકી ચાર મિત્રો નરોડાના રહેવાસી હતા. જ્યારે એક વ્યક્તિ દશેલ ગામનો હતો. જો કે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે દશેલ ગામના વ્યક્તિને તેના ઘરે મુકવા માટે આવી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. અત્યાર સુધીમાં કુલ 4 લોકોનાં ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. જ્યારે પાંચમા વ્યક્તિની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી

સમગ્ર મામલે પોલીસ અને ફાયરની ટીમ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાર લોકોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. પાંચમા વ્યક્તિના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.

    follow whatsapp