ભાષણ દરમિયાન નાણામંત્રીની જીભ લપસી, ઓલ્ડ વ્હીકલ પોલિસીના બદલે જાણો શું બોલી ગયા

Niket Sanghani

• 09:25 AM • 01 Feb 2023

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે કહ્યું કે અમૃતકલનું આ પહેલું બજેટ છે. તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સાચી દિશામાં…

gujarattak
follow google news

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે કહ્યું કે અમૃતકલનું આ પહેલું બજેટ છે. તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સાચી દિશામાં આગળ વધી રહી છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. નિર્મલા સીતારમણે કહ્યું, દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને એક ચમકતો સિતારો માની છે. વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે. ત્યારે   ભાષણ દરમિયાન એક સમયે નાણામંત્રીની જીભ લપસી ગઈ હતી, જેના પર સંસદમાં વિપક્ષ તરફથી જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં નાણામંત્રી જૂના વાહનોની નીતિને લઈને સરકારની યોજના જણાવી રહ્યા હતા. આ દરમિયાન,  જૂના વાહનને દૂર કરવાની જગ્યાએ તેમણે જૂના રાજકારણને  દૂર કરવું બોલી ગયા.

આ પણ વાંચો

જ્યારે વિપક્ષના સભ્યોએ તેમને નાણામંત્રીની આ બાબત પર અટકાવ્યા તો સીતારમણે હસીને જવાબ આપ્યો. પોતાની ભૂલ સુધારતા તેમણે કહ્યું- જૂના પ્રદૂષિત વાહનોને બદલવાની વાત કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો: Budget 2023: બજેટમાં નાણાંમંત્રીએ મહિલાઓને આપી મોટી ભેટ, યુવાનો માટે લેવાયો આ નિર્ણય

બજેટ અંગે જાણો શું કહ્યું વડાપ્રધાને
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બજેટ સહકારી સંસ્થાઓને ગ્રામીણ અર્થતંત્રના વિકાસનું કેન્દ્ર બનાવશે. સરકારે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજના બનાવી છે. નવી પ્રાથમિક સહકારી મંડળીઓ બનાવવાની મહત્વકાંક્ષી યોજના પણ બજેટમાં જાહેર કરવામાં આવી છે. વર્ષ 2014ની સરખામણીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ 400%થી વધુ વધ્યું છે. આ વખતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 10 લાખ કરોડ રૂપિયાનું અભૂતપૂર્વ રોકાણ થશે. આ રોકાણ યુવાનો માટે રોજગારી અને આવકની નવી તકોનું સર્જન કરશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp