દારૂબંધી વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડૉ. સાહિલ નશાની હાલતમાં ઝડપાયો, ઉઠયા અનેક સવાલો

Niket Sanghani

• 07:01 AM • 07 Feb 2023

રાજકોટ: રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક વખત સવાલ ઉઠયા છે. ત્યારે વધુ એક વખત દારૂબંધીના ધજાગરા ઉડ્યાં છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચાના ચકડોળે…

gujarattak
follow google news

રાજકોટ: રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક વખત સવાલ ઉઠયા છે. ત્યારે વધુ એક વખત દારૂબંધીના ધજાગરા ઉડ્યાં છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે.સિવિલ હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર હોસ્પિટલમાં જ દારૂ પીને દર્દીઓની સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડ્યૂટી દરમિયાન દારૂ પીધેલી હાલતમાં ડૉક્ટરનેઝડપી લીધો હતો

આ પણ વાંચો

હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ ઢીંચતો હતો. અને નશાની હાલતમાં જ દર્દીઓની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે જાગૃત નાગરિક દ્વારા પોલીસને સાથે રાખી ડો.ખોખરને તેની ડ્યૂટી દરમિયાન દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો, ડોક્ટર રૂમમાં કબાટના ખાનામાંથી દારૂનો  પણ મળી આવતા નાશમાં ધૂત ડૉક્ટરનો ભાંડો  ફૂટ્યો છે.  ક્રાઈમબ્રાન્ચ દ્વારા ડોક્ટરની ધરપકડ કરી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડોકટર રૂમમાં દારૂ મળી આવ્યો
ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ડો.સાહિલ ખોખર ઇમરજન્સી રૂમની બહાર કાચની કેબિનમાં એક નર્સ સાથે બેઠો હતો, ડો.ખોખરને ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાની ઓળખ આપી તેનું માસ્ક હટાવતાં જ ડોક્ટર ખોખર નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું હતું. આ સાથે ડોક્ટર રૂમમાં  ડો.સાહિલ ખોખરનું ખાનું ખોલાવતાં જ પાણીની બોટલમાં દારૂ ભરેલો મળ્યો હતો.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક, જંત્રી અને બજેટ અંગે થઈ શકે છે ચર્ચા

છેલ્લા ચાર વર્ષથી કરારી ડોકટર તરીકે ફરજ બજાવે છે
ડો.ખોખર ચારેક વર્ષથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરારી ડોક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે,. ડો.ખોખર જ્યારે પણ ફરજ પર હોય ત્યારે ડોક્ટર રૂમમાં જઇને દારૂના ઘૂંટડા મારી ફરી ઇમર્જન્સી રૂમમાં આવી જતો હતો. અને નશો કરેલો હોય ત્યારે પણ મહિલા દર્દી આવે તો તેને તપાસતો હતો.

અનેક સવાલો થયા ઊભા
એક તરફ રાજ્યમાં દારૂબંધી છે ત્યારે હોસ્પિટલમાં જ ડોકટર નશાની હાલતમાં હોય તો છેલ્લા 4 વર્ષ દરમિયાન દર્દીઓની શું હાલત થઈ હશે. કેટલાય દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થયા હશે. આ ઉપરાંત અત્યાર સુધી તેમના સાથી ડોકટર કે ઉપરી અધિકારીને કોઈ પણ પ્રકારની શંકા ગઈ હતી કે નહીં? તંત્ર હવે સમગ્ર કાંડ સામે આવ્યું ત્યારે કાર્યવાહી કરશે. આ પહેલા કેમ કોઈ પગલાં લેવામાં ન આવ્યા?  આવા અનેક સવાલો ઊભા થયા છે.

(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp