Devayat Khavad: શું 2025 પછી ડાયરા કરવાનું બંધ કરી દેશે દેવાયત ખવડ? વીડિયો થયો વાયરલ

Gujarat Tak

14 Mar 2024 (अपडेटेड: Mar 14 2024 5:42 PM)

Devayat Khavad: ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડને કોઈ ઓળખની જરૂર નથી, તમામ ગુજરાતીઓ દેવાયત ખવડને સારી રીતે ઓળખે છે.

Devayat Khavad

શું ડાયરા કરવાનું બંધ કરી દેશે 'રાણો'?

follow google news

Devayat Khavad: ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડને કોઈ ઓળખની જરૂર નથી, તમામ ગુજરાતીઓ દેવાયત ખવડને સારી રીતે ઓળખે છે. એકબીજુ તેમની ઘણી મોટી ફેનફોલોઈંગ છે. તો બીજી બાજુ અત્યાર સુધીમાં દેવાયત ખવડ અનેક વખત વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે. વર્ષ 2022માં દેવાયત ખવડ સૌથી વધારે ચર્ચામાં આવ્યા હતા, રાજકોટના મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેમના સાથીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ તેઓ મીડિયાની હેડલાઈન્સમાં હતા. ત્યારે હવે ફરી એકવાર દેવાયત ખવડ (Devayat Khavad) ચર્ચામાં આવ્યા છે. જેનું કારણ એક વીડિયો છે.

આ પણ વાંચો

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓને એવું કહેતા સાંભળી શકાય છે કે '2025 પછી સિલેક્ટેડ ડાયરા એમ લાગેને કે અહીં કરવા જેવા છે, એવા માં મોગલ કરાવે તો કરવા છે બાકી માતાજી સુખી રાખે યાર, હવે આ 'ઘા' સહન નથી થતાં' 

વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ ચિંતામાં મુકાયા

સોશિયલ મીડિયા પર દેવાયત ખવડનો આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ ચિંતામાં મુકાયા છે. આપને જણાવી દઈએ કે, આ વીડિયો દેવાયત ખવડના કોઈ ડાયરા પ્રોગ્રામનો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત તક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 

વીડિયો પર યુઝર્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

તેમના વીડિયો પર સોશિયલ મીડિયા પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે હજી તો જાપાનમાં છે ડાયરા કરવાના છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, હાવજ વગર જંગલ સુનુ પડે યાર. એક યુઝરે લખ્યું કે, તમે ડાયરા કરવાનું બંધ કરી દેશો તો મજા નહીં આવે યાર 

કોણ છે દેવાયત ખવડ?

કાઠી દરબાર સમાજમાં 1988માં જન્મેલા દેવાયત ખવડએ 1થી 7 ધોરણ સુધીનો અભ્યાસ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દુધઈ ગામમાં કર્યો હતો. ત્યારબાદ તેઓએ માધ્યમિક શિક્ષણ તેઓએ વેલા સડલા ગામમાંથી મેળવ્યું અને સુરેન્દ્રનગરમાં કોલેજ સુધીનો અભ્યાસ કર્યો. 

મામાને જોઈને ગાવામાં જાગ્યો રસ 

દેવાયત ખવડને ડાયરાની દુનિયામાં લાવનારા તેમના મામા જિલુભાઈ કરપડા છે, જેઓ સાહિત્યપ્રેમી છે અને ખેતી ઉપરાંત સાહિત્યશિબિરો પણ કરે છે. તેમના મામાને જોઈને દેવાયત ખવડને ગાવાનો રસ જાગ્યો અને તેઓએ મામાને વાત કરી હતી. તેમના પ્રોત્સાહનથી 2004માં સડલા ગામમાં રાખવામાં આવેલી આવી જ એક શિબિરમાં દેવાયત ખવડે ભાગ લીધો હતો. ત્યારથી તેઓએ ગાવાનું શરૂ કર્યું હતું અને પછી ગામે-ગામ ડાયરાના પ્રોગ્રામ કરવા લાગ્યા હતા. 

2022માં રાજકોટમાં યુવક પર કર્યો હતો હુમલો

તેઓ ઇશરદાન ગઢવીને ખૂબ જ સાંભળતા હતા.  થોડા સમય પહેલા ઇશરદાન ગઢવીના પુત્ર અને દેવાયત ખવડના વિવાદનો વીડિયો પણ વાયરલ થયો હતો. જે બાદ બંનેએ સમાધાન કર્યુ હતું. તો વર્ષ 2022માં રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. 

72 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ મળ્યા જામીન

જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. યુવક પર હુમલાના કેસમાં 72 દિવસ સુધી જેલમાં બંધ રહ્યા બાદ લોક સાહિત્યકાર દેવાયત ખવડને જામીન મળ્યાં હતા. 

    follow whatsapp