ડીસામાં લવ જેહાદની ચોંકાવનારી ઘટના, નામ બદલી વિધર્મી યુવકે યુવતીને ભગાડી

Parth Vyas

14 Sep 2022 (अपडेटेड: Sep 14 2022 10:17 AM)

બનાસકાંઠાઃ રાજ્યમાં અત્યારે લવ જેહાદની ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે. તેવામાં મોટાભાગે વિધર્મી યુવકો સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા હોય છે. નોંધનીય…

gujarattak
follow google news

બનાસકાંઠાઃ રાજ્યમાં અત્યારે લવ જેહાદની ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે. તેવામાં મોટાભાગે વિધર્મી યુવકો સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા હોય છે. નોંધનીય છે કે આવી જ એક ઘટના ડીસામાં બની છે, જેમાં એક વિધર્મી યુવકે પોતાનું નામ બદલીને સો.મીડિયામાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી દીધી હતી. જોકે પોલીસ અને ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ વધારે તપાસ હાથ ધરી સમગ્ર લવ જેહાદનો પર્દાફાશ કર્યો છે. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ…

આ પણ વાંચો

લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી
અમીરગઢના વિધર્મી યુવક શોએબ સિંધીએ પોતાનું નામ બદલીને પ્રેમજાળનો સકંજો કસ્યો હતો. જેમાં તેણે સૌથી પહેલા ડીસાની યુવતીને સોશિયલ મીડિયામાં મિત્ર બનાવી દીધી હતી. ત્યારપછી ધીમે ધીમે એની સાથે પ્રેમ સંબંધો બાંધ્યા અને પોતાની મૂળ ઓળખ પણ છુપાવી રાખી હતી. નોંધનીય છે કે આ દરમિયાન બંને એટલા ગાઢ પ્રેમમાં પડી ગયા વિધર્મી યુવકે સતત લગ્નની લાલચો આપવાનું શરૂ કરી દીધું હતું. જેથી યુવતી ભોળવાઈ ગઈ અને તેની સાથે ભાગવા માટે તૈયાર થઈ ગઈ હતી.

વિધર્મી યુવકની ઓળખ થતા યુવતીને માંડ માંડ બચાવી લેવાઈ
જોકે યુવતીને બાદમાં જાણ થઈ કે એ જેને પ્રેમ કરી રહી હતી એ યુવકે નામ બદલી દીધું હતું. એનો ધર્મ પણ અલગ છે. તેવામાં પોલીસ અને ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ મહામહેનતે સગીરાને બચાવી લીધી હતી. તેમણે સૌથી પહેલા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારપછી ડીસા તાલુકા પોલીસે શોએબને દબોચી લીધો હતો. ત્યારપછી પોલીસે વધુ તપાસ હાથ ધરી દીધી હતી.

With Input- ધનેશ પરમાર

    follow whatsapp