બનાસકાંઠામાં ગૌશાળા સંચાલકોએ કર્યો સરકાર સામે અનોખો વિરોધ, આજે રસ્તા પર જોવા મળશે ગૌવંશ

Niket Sanghani

23 Sep 2022 (अपडेटेड: Sep 23 2022 5:09 AM)

ધનેશ પરમાર, બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર સામે અનેક સમસ્યાઓ, વિરોધો અને આંદોલનો સામે આવી રહ્યા છે. આ દરમિયાન…

gujarattak
follow google news

ધનેશ પરમાર, બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર સામે અનેક સમસ્યાઓ, વિરોધો અને આંદોલનો સામે આવી રહ્યા છે. આ દરમિયાન સરકાર સામે વધુ એક સમસ્યા સામે આવી છે. બનાસકાંઠાના ડીસામાં ગૌશાળા સંચાલકોએ સરકાર સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. ડીસાની ગૌશાળામાં રહેતા ગૌવંશને ગૌશાળા સંચાલકોએ રસ્તા પર છોડી દીધા છે.

આ પણ વાંચો

વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમ તેમ સરકાર સામે મુશ્કેલીઓ પણ સતત વધી રહી છે. આ દરમિયાન વિરોધ મામલે બનાસકાંઠાના ડીસામાં ગૌશાળા સંચાલકોએ મોટું પગલું લીધું છે. ગૌશાળામાં રહેતી ગાયોને ગૌશાળા સંચાલકોએ રસ્તા પર છોડી દીધી છે. આજે અંદાજે 20 હજાર જેટલા ગૌ વંશને રસ્તા પર છોડવામાં આવશે. જેના પરિણામે આજે ડીસામાં ટ્રાફિક જામ થવાની સંભાવના છે. આ સાથે અકસ્માત થવાની સંભાવના છે. ગૌ વંશને રસ્તા છોડવાથી સરકાર સામે અનેક સમસ્યાઓ ઊભી થશે. ગૌશાળા સંચાલકોના આ પગલાં પાછળ જવાબદાર સરકાર જ છે.

 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું
સરકાર દ્વારા બજેટમાં 500 કરોડ પશુ સહાય માટે ફાળવ્યા હતા. પરંતુ કોઈ સહાય મળી ન હતી જેને લઈને ગૌશાળા સંચાલકોએ સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. 48 કલાક પૂર્ણ થતાંની સાથે જ આજે ગૌશાળા સંચાલકોએ ગૌ શાળાઓના દરવાજા ખોલી નાખ્યા હતા અને ગૌવંશને સરકારના ભરોસે છોડી દીધા હતા. આ મામલે ધર્મશાસ્ત્રી કિશોર દવેએ જણાવ્યું હતું કે, માર્ચ 2022માં જાહેર કરવામાં આવેલી પશુ સહાય દેવામાં સરકાર દોષિત છે. ગાયની સેવા ચાકરી સહાય વગર કરવી મુશ્કેલ છે.

આજે 80,000 ગૌવંશ રસ્તા પર 
180થી વધુ નાની મોટી ગૌશાળામાં 80,000થી વધુ ગૌ વંશને સાચવવામાં આવી રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લામાં તમામ ગાયને સરકાર ભરોસે છોડી દેવામાં આવશે. આજે રેટ સુધીમાં 80 હજાર ગૌ વંશ રસ્તા પર જોવા મળશે. ગૌશાળામાંથી ગાયને છોડાવવા આવી છે તેના માટે ઘાસચારો, પાણી કે તબીબી સહાય પૂરી પાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર પાસે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં આજે રસ્તા પર ટ્રાફિક જામ જોવા મળશે અને રસ્તા પર ગૌવંશ જોવા મળશે.

    follow whatsapp