વીરેન જોશી/મહીસાગર: ગુજરાત સરકાર નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો કરવા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. ત્યારે બીજી તરફ મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ દ્વારા નગરપાલિકા વિસ્તારના વિકાસના કામ માટે ગ્રાન્ટ ફાળવવા છતાં ગ્રાન્ટ વપરાયા વગર પડી રહી છે અને વિકાસના કામો કરવામાં નથી આવી રહ્યા. એવામાં ધારાસભ્ય અજીતસિંહે બાલાસિનોર નગરના વિકાસ માટે પોતે ફાળવેલ ગ્રાન્ટ વપરાય અને બાલાસિનોર નગરના વિકાસ કર્યો થાય તે માટે મહીસાગર જિલ્લા કલેકટરને લેટર લખી જાણ કરી છે.
ADVERTISEMENT
બે વર્ષથી ફાળવેલી ગ્રાન્ટ એમ જ પડી રહી છે
બાલાસિનોર કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહે કલેક્ટરને રજુઆત કરી છે કે, બાલાસિનોર નગરપાલિકામાં પોતે ફાળવેલી ધારાસભ્ય ગ્રાન્ટમાંથી વિકાસના કામ નથી થઈ રહ્યા. વર્ષ 2021-22 અને 2022-23માં ગ્રાન્ટ ફાળવી હોવા છતાં બાલાસિનોર વિકાસથી વંચિત છે. ત્યારે બાલાસિનોર નગરપાલિકાના પ્રજાલક્ષી કામો તાત્કાલિક કરવા ધારાસભ્યએ કલેકટરને રજુઆત કરી છે.
ધારાસભ્યએ સામેથી કલેક્ટરને રજૂઆત કરી
એક ધારાસભ્ય દ્વારા કલેક્ટરને રજૂઆત કરી વિકાસના કાર્યો કરવા માટે કહેવામાં આવી રહ્યુ છે. જે ગંભીર બાબત કહી શકાય. ધારાસભ્યનો આક્ષેપ છે કે ગ્રાન્ટ ફાળવવા છતાં પણ નગરપાલિકાના અધિકારીઓ વિકાસના કાર્યો નથી કરી રહ્યા. નોંધનીય છે કે, બાલાસિનોરની વિધાનસભા બેઠકની વાત કરીએ તો વર્ષ 2007થી આ સીટ પર કોંગ્રેસનો દબદબો છે. વર્ષ 2007 અને 2012માં માનસિંહ ચૌહાણ કોંગ્રસે તરફથી આ બેઠક જીત્યા હતા. જ્યારે વર્ષ 2017માં અજીતસિંહ ચૌહાણ આ બેઠક જીત્યા હતા.
ADVERTISEMENT
