Career Options After 12th: દેશભરમાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારીઓમાં લાગેલા છે. એવામાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાના મનમાં ક્યાંકને ક્યાંક એક સવાલ ચોક્કસથી થતો હોય છે કે, આખરે ધોરણ 12 પછી બેસ્ટ કરિયર ઓપ્શન શું છે? તો ચાલો આજે આપણે આ ચિંતાને દૂર કરવા સરળ શબ્દોમાં જાણકારી મેળવીએ કે ધોરણ 12 પછી સારું કરિયર બનાવ શું કરી શકાય.
ADVERTISEMENT
આર્ટસના વિદ્યાર્થીઓ માટે કેટલા ઓપશન શ્રેષ્ઠ
જે વિદ્યાર્થીઓ આ વર્ષે આર્ટસની પરીક્ષા આપી રહ્યા છે તેઓ માટે ધોરણ 12 પછી BA, LLB,BHM,BFA,BBA. ફેશન ડિઝાઈનિંગ, બેચરલ ઈન સોશિયલ વર્ક જેવા કોર્સના દ્વારા ખુલી જાય છે. આ સિવાય જો તમને ટીચિંગમાં રુચિ ધરાવો છો તો તમે વિશ્વવિદ્યાલય માં ચાલતા ચાર વર્ષીય BEd નો અભ્યાસ પણ કરી શકો છો.
કોમર્સના વિદ્યાર્થીઓ માટે કરિયર ઓપ્શન
જે વિદ્યાર્થીઓ આ વખતે કોમર્સમાં પરીક્ષા આપવા આપશે તેમના માટે CA કરીઅર માટેની એક ઉત્તમ પસંદ છે. જેમાં તે તેમની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે છે. આ સિવાય B.com, BBA અને પછી M.com, MBA કરીને બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવી શકાય છે. આ બધા સિવાય ટૂર એન્ડ ટ્રાવેલિંગ, હોટલ મેનેજમેન્ટ અને જર્નાલિઝમ જેવા કોર્સમાં પણ જો આપ રુચિ દાખવો છો ચોક્કસથી તમારે તે દિશામાં આગળ વધવું જોઈએ.
સાયન્સના વિદ્યાર્થી માટે ભવિષ્યમાં ઉત્તમ શું?
સાયન્સ અને મેથ્સ વિષયના વિદ્યાર્થીઓ આગળ JEE mains ની તૈયારી કરી શકે છે. જેમાં તેઓ આગળ એન્જિનિયરિંગમાં પોતાનું ભવિષ્ય ઘડી શકે છે. જો તે દિશામાં આગળ નથી વધવું તો તે સિવાય BSc અને BScIT જેવા અભ્યાસક્રમમાં અભ્યાસ કરી શકે છે. જો મેડિકલ ક્ષેત્રે કરિયર બનાવવું હોય તો પણ વિદ્યાર્થીઓ માટે અનેક ઓપ્શન ઉપલબ્ધ છે.
ધોરણ 12 ફેલ થાય તો શું?
જો કોઈ વિદ્યાર્થી આ વર્ષે કોઈ કારણોસર ધોરણ 12 પાસ નથી કરી શકતું તો તેમણે પણ નાસીપાસ થવાની જરૂર નથી કારણ કે તેમના માટે પણ ઘણા બધા શ્રેષ્ઠ રસ્તાઓ ખુલ્લા જ છે. તેઓ Video Editing, Graphic Design અને આવનારા સમયનું ભવિષ્ય એટલે કે AI પરના કોઈ કોર્સમાં નિપુણતા મેળવી પોતાનું કરીઅર આગળ વધારી શકે છે.
ADVERTISEMENT
