નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: નાંદોદ સીટ પર કોંગ્રેસ,ભાજપ, આપ, બિટીપી અને અપક્ષ વચ્ચે ટક્કર જોવા મળશે. નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે કોંગ્રેસ ભાજપ ને ટક્કર આપવા માટે કોઈ બીજો પક્ષ નહિ પરંતુ અપક્ષ ના ઉમેદવાર ટક્કર આપવાની તૈયારી કરી રહ્યા છે. જે બીજેપીના બળવાખોર નેતા છે.
ADVERTISEMENT
ગુજરાત પ્રદેશ બીજેપીના આદિજાતિ મોરચા ના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાને ટીકીટ ન મળતા બળવાખોરી કરી નાંદોદ વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવારી કરી અંતિમ દિવસ સુધી મનાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યો છે. નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા સીટ પર આ વખતે કાંટાની ટક્કર જોવા મળશે. ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રફુલ વસાવા તો છે. પરંતુ આ વખતે અપક્ષ ના ઉમેદવાર જે છે એ કાંટાની ટક્કર આપી રહ્યા છે. કારણ કે નર્મદા જિલ્લામાં નાદોદ વિધાનસભાની સીટ જે છે એ સીટનું વહેંચણી થયા બાદ વિધાનસભા સીટ પરથી તમામ નાના મોટા નેતાઓ ના નામ કપાય અને મહિલા નેતા ડો દર્શનાબેન બેનને ટીકીટ આપતાં ભારતીય જનતા પાર્ટીમાં બળવો થયો હતો અને આ બળવો હોય મોટા ના નેતા નહીં પરંતુ ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવા કર્યો હતો.
ટિકિટ કપાતા થયા નારાજ
જેઓની આગેવાનીમાં જ ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી વિકાસ યાત્રા આદિવાસી વિસ્તારમાં તારી હતી પરંતુ હર્ષદભાઈ વસાવાને ટિકીટ ન મળતા હર્ષદભાઇ વસાવાએ અપક્ષમાં નાદોદ વિધાનસભા સીટ પર ઉમેદવારી કરતા હવે કોંગ્રેસ ભાજપ,આપ અને બળવાખોર વચ્ચે હરીફાઈ છે.
કોંગ્રેસના સિટિંગ MLA ની કપાઈ ટિકિટ
નાદોદ વિધાનસભા સીટ પર અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પી ડી વસાવા છે પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય પી ડી વસાવા ની પણ ટિકિટ કપાઈ ગઈ છે અને તેમના સ્થાને તેઓના. કોંગ્રેસના યુવા નેતા હરેશ વસાવાને કોંગ્રેસ ટિકિટ આપી છે. ત્યારે પીડી વસાવા એ બળવો કરે એવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે તેમના જે જમાઈ છે રવિ વસાવા જેવો પોતાના મિત્રો સાથે ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ ચુક્યા છે.
ગૃહમંત્રી સંઘવીથી ના આવ્યો નિવાડો
નર્મદા જિલ્લામાં આ વખતે નાદોદ વિધાનસભાની સીટ પર ચતુષ્કોણીય જંગ દેખાઈ રહ્યો છે ભૂતકાળમાં જોવા જઈએ તો બળવાખોરો અને અપક્ષના ઉમેદવારો ક્યારે નાંદોદ વિધાનસભા સીટ પર ફાવ્યા નથી ત્યારે આ વખતે એક મોટા નેતા એ બળવો કર્યો છે અને તેઓને સમજાવવા માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ આવ્યા હતા પરંતુ કોઈ હજુ સોલ્યુશન આવ્યું નથી કારણ કે 17મી તારીખે કે ગુરુવારે અંતિમ દિવસ છે પોતાનું ઉમેદવારી પત્ર ખેંચવાનું પણ તેઓ ખેંચવા આવ્યા ન હતા.
ભાજપને પડી શકે છે ફટકો
અપક્ષ ના ઉમેદવાર હર્ષદભાઇ વસાવા પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે ત્યારે ભાજપના સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી અનુસાર હર્ષદ વસાવાને મનાવવા માટે સ્થાનિક નેતાગીરી અને ગૃહ મંત્રી નિષ્ફળ રહયા છે. રાજ્ય અને કેન્દ્રની નેતાગીરી હર્ષદ વસાવાને મનાવવાનો પ્રયાસ કર્યો હતો જે પણ હવે નિષ્ફળ રહ્યો હતો છે ત્યારે હર્ષદ વસાવા પોતાનું ઉમેદવારીપત્ર ખેંચે છે કે નહીં જો તેઓ ઉમેદવારીપત્ર નહીં ખેંચતા સૌથી મોટો ફટકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દર્શના દેશમુખને પડી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઉલ્લેખનીય જ્યારે હર્ષદ વસાવા ફોર્મ ભરવા ગયા હતા ત્યારે હર્ષદ વસાવા સાથે ભાજપના મહિલા નેતા ભારતીબેન તડવી ,જિલ્લા બીજેપીના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ પણ જોવા મળ્યા હતા
ADVERTISEMENT
