અમદાવાદ: ભાજપે ગઈકાલે વિધાનસભાની ચૂંટણી માટે પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી. જેમાં અમદાવાદ શહેરમાં 10 ધારાસભ્યોનું પત્તું કાપીને નવા ચહેરાને તક આપી ભાજપે સૌ કોઈને ચોંકાવી દીધા હતા. જેમાં નરોડાની બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય બલરામ થાનાણીની ટિકિટ કાપીને 30 વર્ષિય ડોક્ટર પાયલ કુકરાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કોણ છે ડો. પાયલ કુકરાણી?
પાયલ કુકરાણી હાલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે અને દર્દીઓની સેવા કરે છે. તેમણે રશિયામાંથી એમ.ડી મેડિસિનની ડિગ્રી મેળવેલી છે. 30 વર્ષના ડો. પાયલ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે અન તેમના માતા તથા પિતા બંને ભાજપમાં છે. તેમના માતા રેશમા કુકરાણી અમદાવાદના સૌજપુર-બોઘા વોર્ડના કોર્પોરેટર છે. જ્યારે પિતા મનોજ કુકરાણી નરોડા પાટિયા હત્યાકાંડમાં આજીવન કેદની સજા મેળવી ચૂક્યા છે.
પૂર્વ ધારાસભ્યના સમર્થકો નારાજ
ડો. પાયલ કુકરાણી સિંધી સમાજમાંથી આવે છે. જોકે તેમને ટિકિટ મળતા જ નરોડામાં ભાજપના કાર્યાલય ખાતે બલરામ થાનાણીના સમર્થકોએ જઈને રજૂઆત કરી હતી કે, ડો. પાયલે અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હોવાથી તેઓ સિંધી સમાજમાં ગણાય નહીં. આમ તેમને મળેલી ટિકિટનો વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે ભારતીય જનત પાર્ટીએ અમદાવાદ શહેરમાં આ વખતે એક સાથે 10 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. જ્યારે 2 ધારાસભ્યોને જ રિપીટ કરવામાં આવ્યા છે.
આ 10 ધારાસભ્યોની અમદાવાદ શહેરમાં ટિકિટ કપાઈ
વેજલપુર – કિશોર ચૌહાણ
એલીસબ્રિજ – રાકેશ શાહ
નારણપુરા – કૌશિક પટેલ
નરોડા – બલરામ થવાણી
વટવા – પ્રદિપસિંહ જાડેજા
ઠક્કરબાપા નગર – વલ્લભ કાકડિયા
અમરાઈવાડી – જગદીશ પટેલ
મણીનગર – સુરેશ પટેલ
સાબરમતી – અરવિંદ પટેલ
અસારવા – પ્રદીપ પરમાર
ADVERTISEMENT
