પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની નિમણૂક, વિધાનસભાના નવા સભ્યોને લેવડાવશે શપથ

Niket Sanghani

• 07:57 AM • 14 Dec 2022

અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક બહુમતી સાથે સરકાર બનાવી છે. આ સાથે મુખ્યમંત્રી અને મંત્રીઓએ શપથ ગ્રહણ કરી અને કાર્યભાર પણ સાંભળી લીધો છે.…

gujarattak
follow google news

અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક બહુમતી સાથે સરકાર બનાવી છે. આ સાથે મુખ્યમંત્રી અને મંત્રીઓએ શપથ ગ્રહણ કરી અને કાર્યભાર પણ સાંભળી લીધો છે. વિધાનસભાના સત્રની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન નવા પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરવામાં આવી છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો

માંજલપુરના ધારાસભ્ય  નવા પ્રોટેમ સ્પીકર બન્યા છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને સત્તાવાર જાણ કરવામાં આવી છે. હવે  તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. સાથે જ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરશે. સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકરનું કામ વિધાનસભાના નવા સભ્યોને શપથ લેવડાવવાનું અને વિધાનસભાના  અધ્યક્ષની પસંદગી કરવાનું હોય છે.

આ છે તેમની જવાબદારી 
 નવા સભ્યોને શપથ લેવડાવવી.
વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી હાથ ધરવી.
ફ્લોર ટેસ્ટ કરવાનું કામ કરવું.
સ્થાયી સ્પીકર ચૂંટાય ત્યાં સુધી ગૃહની ગતિવિધિઓઓ ચલાવવી.
ગૃહની કામગીરીને સુચારૂ રીતે ચલાવવાનું કામ.

23 તારીખે મળી શકે છે વિધાનસભા સત્ર 
તમામ મંત્રીઓએ પોત પોતાના વિભાગનું કામ શરૂ કરી દીધું છે. ત્યારે આગામી 23 અને 24 ડિસેમ્બરે વિધાનસભાનું શિયાળુ સત્ર મળી શકે છે. બે દિવસના આ શિયાળુ સત્ર પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરવામાં આવશે.

ગુજરાતે દાખલો બેસાડયો હતો
ગતવર્ષે રૂપાણી સરકારમાં વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની નવી પહેલ સામે આવી હતી. વિપક્ષમાંથી પ્રથમવાર સભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય સ્વ. ડો.અનિલ જોષીયારાને પ્રોટેમ સ્પીકર બનાવાયા હતા. સામાન્ય રીતે વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે વિપક્ષના સભ્યને સ્થાન અપાય છે. 25 વર્ષમાં પહેલીવાર પ્રોટેમ સ્પીકર તરીકે વિપક્ષના સભ્ય બેઠા હતા.

    follow whatsapp