હિરેન રવૈયા, અમરેલી: અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ઉંચેયા ગામમાં રહેતો હિસ્ટ્રી શીટર ચંપુ ધાખડા પાસે ગેરકાયદેસર હથિયારો હોવાની અમરેલી એસપી હિમકર સિંહને સચોટ બાતમી હતી હતી. જેને લઈ પોલીસની અલગ અલગ ટીમ દ્વારા હિસ્ટ્રી શીટર ચંપુ ધાખડાના ઘરે દરોડા પાડતા 2 પિસ્તોલ 5 કારતુસ સાથે આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
રાજ્યમાં ગૃહ વિભાગ હવે એકશન મોડ પર જોવા મળી રહ્યું છે. એક બાદ એક હિસ્ટ્રી શીટરોને નાથવા માટે જઅને બીડું ઉપાડ્યું હોય તેમ કામગિરિ કરી રહી છે. આ દરમિયાન અમરેલીમાં ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા ચંપુ ધાખડાના ઘરે દરોડા પડી અને તેમની પાસેથી લાયસન્સ વગર 2 પીસ્ટલ હથિયાર અને 5 કારટીસ મળી આવતા પીપાવાવ મરીન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આ આરોપી ચંપુ ધાખડાને પોલીસ સ્ટેશન લઈ આવી તેમની સઘન પૂછ પરછ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર હથિયારો કારટીસ ક્યાંથી લાવ્યો હતો તે દિશા માં પોલીસે તપાસ હાથ ધરાઇ છે.
ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી
ચપુ ઉપર આગાઉ રાજુલા પીપાવાવ પોલીસ મથકના ચોપડે પાંચ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે. આરોપી ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો હોવાને કારણે પોલીસ દ્વારા આ તપાસ ગંભીરતાથી કરાય રહી છે. અને તેમના વિરુદ્ધ ભૂતકાળમાં મર્ડર, ધાક ધમકી ગેરકાયદે હથિયાર સહિતના 5 જેટલા ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાય ચુક્યા છે.
આ પણ વાંચો: ભર શિયાળે વરસાદ: વડોદરા, આણંદ, અરવલ્લી સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતો ચિંતિત
અલગ અલગ ટીમ બનાવી ઓપરેશન પાર પડ્યું
અમરેલી SPની સીધી બાતમીના આધારે ઉંચેયા ગામે હિસ્ટ્રી શીટર ચંપુ ધાખડાના ઘરે દરોડા પાડતા 2 પિસ્તોલ 5 કારતુસ સાથે આરોપીની ધરપકડ કરી છે. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ઉંચેયા ગામમાં રહેતો હિસ્ટ્રી શીટર ચંપુ ધાખડા પાસે ગેરકાયદેસર હથિયારો હોવાની અમરેલી એસપી હિમકર સિંહને સચોટ બાતમી મળી હતી. બાતમીને કારણે સાવરકુંડલા ડી.વાય.એસ.પી.હરેશ વોરાને સૂચના આપતા ડી.વાય.એસ.પી.હરેશ વોરા દ્વારા આરોપી ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો હોવાને કારણે અલગ અલગ પોલીસની ટીમો બનાવી ઓપરેશન હાથ ધર્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
