Amit Shah એ તાબડતોબ ટૂંકાવ્યો ગુજરાતનો પ્રવાસ, અચાનક પહોંચી ગયા દિલ્હી

આજે અમદાવાદના સાણંદ ખાતે અમિત શાહના વિવિધ કાર્યકર્મો યાજવાના હતા. જોકે, આ કાર્યક્રમને ટૂંકાવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી પહોંચી ગયા છે.

અમિત શાહ

amit shah

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

અમિત શાહે ટૂંકાવ્યો ગુજરાતનો પ્રવાસ

point

વહેલી સવારે પહોંચી ગયા દિલ્હી

point

આજે સાણંદ ખાતે યોજાવાના હતા કાર્યક્રમો

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.  ગઈકાલે અમદાવાદમાં આવાસ યોજના, મનપા શાળાઓ અને હેલ્થ સેન્ટરને લગતા વિકાસકાર્યોનો લોકાર્પણ બાદ આજે અમદાવાદના સાણંદ ખાતે અમિત શાહના વિવિધ કાર્યકર્મો યાજવાના હતા. જોકે, આ કાર્યક્રમને ટૂંકાવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી પહોંચી ગયા છે. તેઓએ ગુજરાતનો પ્રવાસ કેમ ટૂંકાવ્યો અને શા માટે અચાનક ગુજરાતથી દિલ્હી પહોંચ્યા તેની પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી.

આજે સાણંદ ખાતે યોજાવાના હતા કાર્યક્રમો

 

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકાના કુલ 1950 કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે 9250 આવાસના ડ્રો, 891  કરોડ રૂપિયાના ખર્ચે 43 પ્રજાલક્ષી કાર્યોનું ઈ-લોકાર્પણ, 1059 કરોડ રૂપિયાના ખર્ચે 26 પ્રજાલક્ષી કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો આજે અમિત શાહના અમદાવાદના સાણંદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમૂહર્ત અને લોકર્પણના કાર્યકર્મો યોજાવા હતા. 

પ્રવાસ ટૂંકાવી વહેલી સવારે પહોંચ્યા દિલ્હી

આજે સવારે અમદાવાદના શેલા ખાતે ઔડા દ્વારા નવનિર્મિત કોમ્યુનિટી હોલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ થવાનું હતું. તો સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે નવનિર્માણ પામનારા ગોડાઉન તથા કોમ્પલેક્ષના ખાતમૂહૂર્ત અમિત શાહના હસ્તે થવાનું હતું. આ ઉપરાંત સાણંદના મોડાસર, ઝોલાપુર, અને છારોડી ખાતે પણ અમિત શાહના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ પહેલા જ અમિત શાહ આજે વહેલી સવારે દિલ્હી જવા રવાના થયા હતા. 

અમિત શાહ દિલ્હી પહોંચતા સર્જાયા તર્ક વિતર્ક

અમિત શાહ ગુજરાતનો પ્રવાસ ટૂંકાવીને અચાનક સીધા દિલ્હી પહોંચી ગયા હતા. ગુજરાતનો પ્રવાસ ટૂંકાવીને અમિત શાહ અચાનક દિલ્હી પહોંચતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જોકે, તેઓ કાર્યક્રમ ટૂંકાવીને દિલ્હી શા માટે પહોંચ્યા તેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. 
 

    follow whatsapp