સૌરભ વક્તાનિયા/ગાંધીનગરઃ ગુજરાતમાં નિવૃત્ત આર્મી જવાનોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન એક નિવૃત આર્મી જવાન શહીદ થઈ જતા ચકચાર મચી જવા પામી છે. તેવામાં સચિવાલયના ગેટ નં.1 પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આર્મી જવાનો પ્રદર્શન કરી રહ્યા હતા. તેવામાં કાનજીભાઈ મેથલિયા નામના જવાન શહીદ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. તેવામાં આજે મંગળવારે હોસ્પિટલની બહાર નિવૃત્ત આર્મી જવાનો બેસી ગયા હતા. તેઓ શહીદ જવાનના પાર્થિક શરીરને બહાર લઈ જવા દેવાની ના પાડી રહ્યા હતા. જોકે ત્યારપછી પરિવારના સભ્યોએ અંતિમ સંસ્કાર કરવા માટે સાબરકાંઠા તેમનો પાર્થિવ શરીરને લઈ જવા તૈયાર થયા છે.
ADVERTISEMENT
પોલીસ બંદોબસ્ત વધુ ચુસ્ત કરાયો
આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પણ અત્યારે હોસ્પિટલ પહોંચી ગયા છે. તેવામાં હવે હોસ્પિટલ ખાતે વધુ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે અત્યારે પોલીસ, નિવૃત્ત આર્મીના જવાનોને વિનંતી કરી રહી છે કે અમને પાર્થિવ શરીર લઈ જવા દો. તેમને અંતિમ સંસ્કાર અર્થે લઈ જવા દેવા માટે સતત વિનંતીઓ કરાઈ રહી હતી.
પરિવાર અંતિમ ક્રિયા કરવા સંમત થયા
જોકે આ સમગ્ર વિવાદ દરમિયાન શહીદ જવાનના પરિવારે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવાની અનુમતિ આપી દીધી હતી. જોકે તેમણે આ વિરોધ પ્રદર્શન આગળ ચાલુ રાખવા માટે જણાવ્યું હતું. તેવામાં હવે શહીદ જવાનનો અંતિમ સંસ્કાર માન-સન્માન સાથે સાબરકાંઠામાં કરવામાં આવશે.
નિવૃત્ત આર્મી જવાનો પ્રદર્શનને ઉગ્ર બનાવી શકે
બીજી બાજુ હોસ્પિટલ ખાતે હાજર નિવૃત્ત આર્મી જવાનોએ પ્રદર્શનને ચાલુ રાખવા માટે નીતિ ઘડવાનું શરૂ કરી દીધું હતું. તેવામાં મોડી રાત્રે આંદોલન શરૂ રાખવું કે નહીં એની ચર્ચા પણ કરાશે.
ADVERTISEMENT
