AIMIMએ અમદાવાદ-સુરતની 3 સીટો પરથી ઉમેદવારના નામ જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ?

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં ઉતરીને એક બાદ એક ‘મૂરતિયા’ઓના નામ જાહેર કરી છે. ત્યારે આ વખતની…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં ઉતરીને એક બાદ એક ‘મૂરતિયા’ઓના નામ જાહેર કરી છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં જંપ લાવી રહેલી AIMIMએ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આજે અમદાવાદની મુલાકાતે આવેલા AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જુહાપુરામાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાંથી પોતાના 3 ઉમેદવારનો નામની જાહેરાત કરી છે.

કોઈ ક્યાંથી મળી ટિકિટ?
ગુજરાતમાં ચૂંટણી લડવા મેદાનમાં ઉતરી રહેલી AIMIMના પ્રમુખ અસદુદ્દીન એવૈસીએ આજે અમદાવાદની બે તથા સુરતની એક સીટ પરથી AIMIMના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જે મુજબ જમાલપુર બેઠક પરથી સાબિર કાબલીવાલા તથા દાણીલીમડા બેઠક પર કૌશિકાબેન પરમારને ટિકિટ આપવામાં આવી છે અને સુરત ઈસ્ટ બેઠક પર વશિમ કુરેશીને ટિકિટ અપાઈ છે. આ સાથે જ ઓવૈસીએ જાહેરાત કરી છે કે તેઓ જલ્દી જ જમાલપુર બેઠક પરથી પણ ઉમેદવારના નામની જાહેરાત કરશે.

ભાજપ અને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા પર AIMIMની નજર
AIMIMએ જાહેર કરેલા ત્રણ ઉમેદવારોમાં બે સીટો પર કોંગ્રેસનું તથા એક પર ભાજપનું વર્ચસ્વ છે. જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક પર 2017માં કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલા વિજેતા બન્યા હતા. તેમણે ભાજપના નેતા ભૂષણ ભટ્ટને હરાવ્યા હતા. દાણીલીમડા બેઠક પર પણ 2017માં કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર વિજેતા થયા હતા. જ્યારે સુરત પૂર્વ બેઠક છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો ગઢ છે. 2017માં અહીં અરવિંદ રાણા ચૂંટણી જીત્યા હતા. એવામાં હવે આ બેઠકો પર AIMIMની નજર છે.

અમદાવાદની આ બેઠક પરથી AIMIM લડશે ચૂંટણી

    follow whatsapp