અમદાવાદ: શહેરમાં સાબરમતી નદી પરનો ફૂટ ઓવરબ્રિજ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સૌ કોઈની નજર આ ફૂટ ઓવરબ્રિજ પર છે. અમદાવાદીઓ વોકિંગ, પીકનીકની સાથે-સાથે સાઈક્લિંગની મજા પણ આ બ્રિજ પર માણી શકશે. એટલું જ નહીં આ બ્રિજનો નજારો પણ ખૂબ જ અજીબ છે. શહેરની શોભા વધારનારા અને પતંગ જેવા દેખાતા આ બ્રિજ પાછળ હકીકતમાં એક અમદાવાદનું ભેજું છે. આ સુંદર બ્રિજના આર્કિટેક્ચર પાછળ CEPT યુનિવર્સિટીના વર્કશોપ હેડ ઉર્વી શેઠની મહેનત છે.
ADVERTISEMENT
કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર થયો
સાબરમતી નદી પર હવે અટલ ફુટ ઓવર બ્રિજ બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. અત્યારે અહીં અમદાવાદીઓ પીકનીક અને સાઈકલિંગની સાથે બ્રિજ પરથી સુંદર નજારાઓને જોઈ શકશે. જેના પર 45 મિનિટ વિતાવવાનું ભાડુ સરકારે 30 રૂપિયાનું નક્કી કર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. નોંધનીય છે કે હજુ સરકાર આ મુદ્દે ચર્ચા કરી રહી છે.
બ્રિજ પર જાણો શું શું હશે?
આ બ્રિજ પર ફરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ અહીં ફુટ સેન્ટર, ખાણી-પીણી સ્ટોલ ઉભા કરાયા છે. એટલું જ નહીં ફુટઓવર બ્રિજના પશ્ચિમ અને પૂર્વ એન્ડ પર મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં ફરવા આવતા લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળશે. ઓવર બ્રિજ પર બે કેફે વચ્ચે કાચનું ફ્લોરિંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં લોકો ફ્લોર પરથી નદી જોઈ શકશે.
વડાપ્રધાન મોદી કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્રમોદી અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ બ્રિજનું ઇ- લોકાર્પણ 27 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. જોકે કોંગ્રેસે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરી દીધું હતું.
ADVERTISEMENT
