ગંધીનગર: રાજ્યમાં સરકાર હસ્તકના તમામ વિભાગો વ્યવસ્થિત ચાલે છે કે કેમ તે જાણવા માટે તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. મંત્રીઓને કહેવાયું છે કે પોતોના હસ્તકના વિભાગોની મુલાકાત લેતા રહેવું. એવામાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા એકશન મોડમાં જોવા મળ્યા છે. રાઘવજી પટેલ બાદ મુળુભાઈ બેરાએ સરપ્રાઈઝ વિઝીટ કરી છે. આજે મુળુભાઈ બેરાએ ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લિમિટેડની ઓચિંતી મુલાકાત લીધી છે. મુલાકાત દરમિયાન અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી હતી.
ADVERTISEMENT
રાજ્યમાંએક તરફ ભૂપેન્દ્ર પટેલ સરકાર સતત એક્ટિવ મોડ પર જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ એક્ટિવ જોવા મળી રહ્યા હતા ત્યારે હવે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા એકશન મોડ પર જોવા મળી રહ્યા છે. મુળુભાઈ બેરા ઓફિસની સરપ્રાઈઝ વિઝિટ કરી છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લિમિટેડ (GTCL) કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી હતી.
અધિકારીઓને આપ્યા આ સૂચનો
મુળુભાઈ બેરા એક્શન મોડમાં જોવા મળ્યા છે. પોતાના વિભાગમાં આવતા કાર્યોની સમીક્ષા કરવાની શરુઆત કરી દીધી હતી હવે સરપ્રાઈઝ આપવાનું પણ મુળુભાઈ બેરાએ શરૂ કર્યું છે. ગાંધીનગર ખાતે ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લિમિટેડ કચેરીની ઓચિંતી મુલાકાત મુળુભાઈ બેરાએ લીધી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ વિષયો ઉપર ચર્ચા કરતાં અધિકારીઓને વિવિધ સૂચનો આપ્યા છે. ગુજરાત પ્રવાસન વિભાગની વિવિધ ગતિવિધિઓની જાણકારી લઈ લોકોને ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવા સૂચનો કર્યા છે.
ADVERTISEMENT
