Patan News: બનાસકાંઠા, પંચમહાલ બાદ હવે પાટણમાં ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીઓમાં પ્રાઈવેટ GPS ટ્રેકર મળી આવતા હડકંપ મચી ગયો છે. જાસૂસી કાંડ પ્રકાશમાં આવ્યા બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ADVERTISEMENT
ગાડીમાં ખરાબી થતાં લઈ જવાઈ સર્વિસ સેન્ટર
પાટણ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસના અર્થે સરકારી ગાડી લઈ બહાર નીકળતા ગાડી વાઈબ્રેટ મારતા તેને સર્વિસ સેન્ટર પર લઈ જવામાં આવી હતી. ત્યારે રીપેરીંગ કામ દરમિયાન ગાડીની નીચેના ભાગેથી પ્રાઈવેટ GPS ટ્રેકર મળી આવતા હડકંપ મચી ગયો હતો.
ગાડીમાંથી મળી આવ્યું GPS ટ્રેકર
ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કઈ દિશા અને માર્ગ પર નીકળી રહ્યાં છે, તેનું લોકેશન ખનીજ માફિયાઓને મળી રહે તેવા હેતુંથી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ટ્રેકર લગાવ્યું હોવાનું સામે આવતા અધિકારીઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.
પોલીસે સીમ કાર્ડ અંગેની તપાસ શરૂ
જે બાદ પોલીસે પોલીસે ટ્રેકર કબ્જે કરી તેમાંથી મળેલ સીમ કાર્ડ અંગેની તપાસ શરૂ કરી છે. કાર્ડ કોના નામે છે?, કેટલા સમયથી આ ટ્રેકર લગાવ્યું છે?, તે અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટઃ વિપિન પ્રજાપતિ, પાટણ
ADVERTISEMENT
