વડોદરા: બરોડા ડેરી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. આ વખતે બરોડા ડેરીના ડિરેક્ટર પર સગા સંબંધીઓને નોકરીએ રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ આક્ષેપ ભાજપના જ ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવ્યો છે અને ગાંધીનગરમાં લેખિતમાં રજૂઆત કરી છે, જેને લઈને ખળભળાટ મચી ગયો છે. હવે સમગ્ર મામલે સહકાર મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.
ADVERTISEMENT
ડિરેક્ટરો પર ગેરરીતિ કર્યાનો આરોપ
બડોડા ડેરીમાં વટીવટમાં ગેરરીતિ થતી હોવાના કારણે અગાઉ પણ ચર્ચામાં આવી ચૂકી છે. એવામાં ફરી એકવાર બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારની રજુઆતને લઈને મામલે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સહકાર મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં કેતન ઈનામદારે આરોપ લગાવ્યો છે કે, બરોડા ડેરાના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ રાઉલજી અને ડેરીના ડિરેક્ટર અને ઉપપ્રમુખ જી.બી સોલંકીએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારની સુરક્ષા ગેરંટીઃ રિલીઝ થશે ફિલ્મ ‘પઠાણ’
શું છે આરોપ?
આરોપ છે કે, કુલદીપસિંહ રાઉલજીએ પોતાના ભાઈના દીકરા જયરાજસિંહને પ્રોડક્શન સુપરવાઈઝર અને હાર્દિકસિંહને ઈલેક્ટ્રિકલ ટેક્નિશિયન તથા ભત્રીજાની વહુને ક્વોલિટી ટેસ્ટીંગમાં સુપરવાઈઝર તરીકે નોકરીએ રાખ્યા છે. જ્યારે જી.બી સોલંકીએ સગા જમાઈને એડમિન વિભાગમાં નોકરી ઉપર રાખ્યા છે.
ડિરેક્ટરોને દૂર કરવા અને સગાઓને નોકરીએથી કાઢી મૂકવા ભલામણ
કેતન ઈનામદારે સહકાર મંત્રી જગદીશ પંચાલને લખેલા પત્રમાં કહ્યું છે કે, બરોડા ડેરીના ડિરેક્ટરો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સગાઓને નોકરી પર રાખ્યા છે. જે નિયમ વિરુદ્ધ છે. સહકારી કાયદા મુજબ બંને ડિરેક્ટરને દૂર કરવા અને તેના સગાઓને પણ નોકરી પરથી કાઢી મૂકવા માટે ભલામણ કરી છે.
ADVERTISEMENT
