ભાવનગરમાં રખડતા પશુએ વધુ એક વ્યક્તિનો લીધો ભોગ, બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

નીતિન ગોહેલ, ભાવનગર: રાજ્યભરમાં રખડતાં પશુનો ત્રાસ છે. દરરોજ અનેક લોકોને તે હડફેટે લઈ રહ્યા છે અને લોકોના મૃત્ય તેમજ અકસ્માત થઈ રહ્યા છે. ક્યારેક…

gujarattak
follow google news

નીતિન ગોહેલ, ભાવનગર: રાજ્યભરમાં રખડતાં પશુનો ત્રાસ છે. દરરોજ અનેક લોકોને તે હડફેટે લઈ રહ્યા છે અને લોકોના મૃત્ય તેમજ અકસ્માત થઈ રહ્યા છે. ક્યારેક વાહનના હડફેટે આવે છે તો ક્યારેક ચાલતા લોકોને હડફેટે લઈ ઇજાગ્રસ્ત કરે છે. ત્યારે ભાવનગરમાં રખડતા પશુએ વશું એક વ્યક્તિનો ભોગ લીધો છે.  ભાવનગર જિલ્લાના ભોજપરા ગામે ઢોરે ઢીંક મારતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.

ગત તારીખ1જાન્યુઆરીના દિવસે સાંજના સમયે મજૂરી કામ કરીને પરત હતા તે દરમિયાન ગામના પાદરમાં રખડતા ઢોર ઝઘડી રહ્યા હતા અને કાંતિભાઈને રખડતા ઢોરે ઢીકે ચડાવતા ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત ને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનામાં બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

આ પણ વાંચો: ‘ભાજપના ઉમેદવારને કુબુદ્ધિ સુજી અને હુમલો કર્યો ને હું જીત્યો’ કોંગ્રેસના MLAએ જાહેરમાં સ્વીકાર્યું

સારવાર દરમિયાન થયું મોત
ભાવનગરના ભોજપરા ગામમાં રહેતા આધેડને ખૂંટિયાએ ઢીંક મારતા આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.  ભાવનગરના ભોજપરા ગામમાં રહેતા શાંતિભાઈ પરષોત્તમભાઈ ખેરાળાને ગઈ તા.1 ના રોજ ગામમાં ખૂંટિયાએ ઢીંક મારતા તેમને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં તેમનું સારવાર દરમિયાન ગત મોડી રાત્રીના મોત નીપજ્યું હતું. ભાવનગરમાં થોડા દિવસ પહેલા રોડ ઉપર ગાય આડી ઉતરતા બુલેટ સવાર યુવાનનું મોત થયું હતું, ત્યારે ગામડામાં પણ ખૂંટિયાએ ઢીંક મારતા વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp