BJPના ગઢમાં ગાબડું પડ્યું, હિંમતનગરના રબારી તથા ઠાકોર સમાજના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા..

હિંમતનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. હિંમતનગરના ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ જાહેરમાં કોંગ્રેસને સમર્થન આપ્યું છે.…

gujarattak
follow google news

હિંમતનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. હિંમતનગરના ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ જાહેરમાં કોંગ્રેસને સમર્થન આપ્યું છે. આ કાર્યકર્તાઓએ કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલને સમર્થન આપવા ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે અત્યારે 25થી વધુ કાર્યકર્તાઓ વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

ભાજપના ગઢમાં ભંગાણ…
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની સિઝનનો દોર જામ્યો છે. સતત કાર્યકર્તાઓ હોય કે નેતાઓ, તેઓ રાજકીય પક્ષો બદલતા નજરે પડી રહ્યા છે. તેવામાં હિંમતનગરના નવલપુર ગામના રબારી તેમજ ઠાકોર સમાજના આગેવાનોએ ભાજપને રામ રામ કરી દીધા છે. ત્યારપછી તેમણે હિંમતનગર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલને સમર્થન આપ્યું છે.

25થી વધુ કાર્યકર્તાએ કોંગ્રેસનો હાથ પકડ્યો
કોંગ્રેસમાં 25થી વધુ કાર્યકર્તાઓ જોડાતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો કોંગ્રેસના કમલેશ પટેલે પણ ગ્રાઉન્ડ લેવલ પર પાર્ટીનો પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. હવે કાર્યકર્તાઓના જોડાવાથી નવાજુનીના એંધાણ થાય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

With Input: ધનેશ પરમાર

    follow whatsapp