અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતની ચૂંટણી જાહેર થતાં જ તોડ જોડણી રાજનીતિએ વેગ પકડ્યો છે. નેતાઓની નારાજગી સામે આવવા લાગી છે અને રાજ્કીય સમીકરણો બગાડવા લાગી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ નારાજ થઈ અને અન્ય પક્ષનો સહારો લેવા લાગ્યા છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપ્યું છે.
ADVERTISEMENT
હિમાંશુ વ્યાસે આજે રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટું ભંગાણ થયું છે. ઓવર્સિસ કોંગ્રેસના ઇનચાર્જ પદ પરથી તથા કોંગ્રેસના સભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધી છે. હવે ગમે ત્યારે ભાજપમાં જોડાશે.
સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે
હિમાંશુ વ્યાસ બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે, બંને વખત ભાજપના ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો. હિમાંશુ વ્યાસને સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે.
જાણો શું લખ્યું રાજીનામામાં
તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને રાજીનામું આપતા કહ્યું કે, હું કોંગ્રેસના ઓવર્સિસ કોંગ્રેસના ઇનચાર્જ પદ પરથી રાજીનામું આપું છું તથા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપું છું.
ADVERTISEMENT
