કેશોદ: કેશોદમાં ગઈકાલે 150 કરતા વધુ લોકોએ હિન્દુ ધર્મ છોડીને વિધિવત રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે. કેશોદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા 150 જેટલા લોકોએ એકસાથે ધર્મ પરિવર્તન કરી લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. આ પ્રસંગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ તથા ડો. બાબાસાહેબ આંબેડકર અને બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખીને હિન્દુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: તુનિશાની માતાનો ઘટસ્ફોટ: આત્મહત્યાના મહિના પહેલા તુનિશાને આવ્યો હતો આ એટેક
વહીવટીતંત્રની મંજૂર બાદ ધર્મ પરિવર્તન
જે પરિવારોએ હિન્દુ ધર્મ છોડીને ધર્મ પરિવર્તન કર્યું, તેમણે અગાઉ વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી, જે અંતર્ગત આ બોદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેશોદ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે અશોક બુદ્ધ વિહાર પોરબંદરના સાધુ અને અનુયાયીઓએ કેશોદના ધર્મ અંગીકાર સ્થળ પર હાજર રહીને પરિવારોને બૌદ્ધ ધર્મની દીક્ષા અપાવી હતી.
ભાવનગરમાં પણ 15 લોકોની ધર્મ પરિવર્તન કરવા અરજી
બે દિવસ પહેલા જ ભાવનગરમાં પણ ધર્મ પરિવર્તનનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા 15થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કરવા માટે જિલ્લા કલેક્ટરને અરજી લખીને માગણી કરી હતી. 29મી જાન્યુઆરીએ આ લોકોએ ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે કલેક્ટર પાસે માગણી કરી હતી. આ માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં જઈને તેમણે ફોર્મ પણ જમા કરાવ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
