Bhavnagar News: સલામત સવારી એસટી અમારી… બંધ પડે તો ધક્કા મારવાની જવાબદારી તમારી

સલામત સવારીને બદલે એસટીને ધકકા મારીને ચલાવી પડી.

follow google news

Bhavnagar Latest News: ભાવનગરમાં સિહોર ટાણા રૂટની એસ.ટી બસમાં અચાનક ખામી સર્જાતા બંધ પડી હતી. આ ઘટના સામે આવતા એસટી વિભાગના સલામત સવારી એસ.ટી. અમારીના સુત્રના ધજાગરા જોવા મળ્યા હતા. સલામત સવારીને બદલે એસટીને ધકકા મારીને ચલાવી પડી હોવાના દર્શ્યો સામે આવ્યા છે. 

અનેક મુસાફરો હેરાન પરેશાન થયા

એસટી તંત્ર દ્રારા બસોનું બરાબર મેન્ટનન્સ નહી થતા અનેક એવી એસટી બસો રોડ ઉપર ઊભી રહી જવાના કારણે મુસાફરો મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. એસટી બસ રોડ પર અચાનક બંધ થતા ટ્રાફીક જામ પણ થયો હતો ઉપરાંત અનેક મુસાફરો હેરાન પરેશાન થયા હતા. આ એક લોકલ બસ હતી કે જે સિહોરથી ટાણા વરલ ચાલતી હતી.
 

    follow whatsapp