Parshottam Rupalaની વધી મુશ્કેલી, ભાજપ નેતાએ જ મોરચો માંડ્યો

Rupala Controversy: રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

follow google news

Rupala Controversy: રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે ક્ષત્રિય સમાજ સાથે સમાધાન થઈ જશે અને એટલા માટે જ આ ભાજપ માટે પણ મહત્વની બેઠક હતી. જોકે, આજની આ બેઠક બાદ નિષ્કર્ષમાં ભાજપને નિષ્ફળતા જ હાથ લાગી છે. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી અને  ટિકિટ રદ્દ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. ક્ષત્રિય સમાજ તો વિરોધમાં છે જ બીજી તરફ હવે ભાજપના પીઢ ક્ષત્રિય નેતાઓ પણ વિરોધમાં ઉતરી આવ્યા છે.

    follow whatsapp