ગુજરાતનાં 10 વર્ષના શોર્યજીતની આખા દેશમાં ચર્ચા થઇ રહી છે. નેશનલ ગેમ્સ 2022માં 10 વર્ષના શોર્યજીત ખૈરે મલખમમાં ભાગ લીધો હતો. જેનો વીડિયો પીએમ મોદી દ્વારા પણ ટ્વિટ કરીને શાબાશી આપી હતી. ગુજરાતમાંથી મલખમનો સૌથી નાનો ખેલાડી વડોદરાનો 10 વર્ષીય શૌર્ય હતો. જે પિતાનું સ્વપ્ન પુરૂ કરવા સ્વર્ગસ્થ પિતાની દસમાની વિધિ પતાવી નેશનલ ગેમ્સના બીજા રાઉન્ડમાં ભાગ લેવા રવાના થયો હતો. પિતાના અવસાન બાદ પણ શૌર્યએ હિંમત ન હારીને એક પ્રેરણારૂપ પગલું ભર્યું છે.