ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે ભાજપે સહકારી ક્ષેત્રે પણ મોટો દાવ રમ્યો છે. વાત જાણે એમ છે કે, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલા મધ્ય ગુજરાતના સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં 4 ડિરેક્ટર્સ ભાજપમાં જોડાતા અમૂલ ડેરીમાં સત્તા પરિવર્તનના સંકેત જોવા મળી રહ્યા છે.