અમદાવાદ : નવી દિલ્હીમાં પ્રદુષણ અને તેના કારણે પડતી સમસ્યાના સમાચાર આપણે અવાર નવાર વાંચતા જ રહીએ છીએ. જો કે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ માટે પણ આવા સમાચારો હવે દુર નથી. અમદાવાદની હવા પણ ધીરે ધીરે ખુબ જ પ્રદૂષિત બની રહી છે. જે ગુજરાત અને ખાસ કરીને શહેર માટે ખુબ જ ચિંતાજનક બાબત છે.
ADVERTISEMENT
દેશની રાજધાનીની જેમ અમદાવાદમાં પણ હવા પ્રદૂષિત બની રહી છે
દેશની રાજધાની દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત બની રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં સ્ફોટક વધારો નોંધાયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 150ને પાર પહોંચી ચુક્યો છે. શહેરમાં હવાનું સૌથી વધુ પ્રદૂષણ પીરાણા નજીક નોંધાયું છે. જ્યાં સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરીને કચરાને હટાવવા માટે વિવિધ ઉપાયો કરી રહી હોવાનો દાવો કરે છે. અડધો અડધ કચરો હટાવી દેવાયાનો દાવો નોંધાવે છે.
પીરાણા નજીક AQI 345 ને પાર પહોંચ્યો
આજે સવારે 9 વાગ્યે પીરણા પાસે AQI 345 નોંધાયો છે. અમદાવાદ પશ્ચિમમાં આવેલા બોપલ અને તેની આસપાસના વિસ્તારમાં 159 AQI નોંધાયો છે. રખિયાલ વિસ્તારમાં 180 AQI, ચાંદખેડા વિસ્તારમાં 142 AQI, નવરંગપુરા વિસ્તારમાં 190 AQI, રાયખંડ વિસ્તારમાં 221 AQI નોંધાયો છે. આ પ્રકારે શહેરમાં વધી રહેલું પ્રદૂષણ એક ચિંતાની બાબત બની ચુકી છે.
ADVERTISEMENT