Weather Update: સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ, બેવડી ઋતુથી ખેડૂતો ચિંતાતુર!

Gujarat Tak

• 03:17 PM • 29 Mar 2024

ઉત્તર ગુજરાત- સૌરાષ્ટ્રમાં આકરો તાપ પડી રહ્યો છે તો રાજ્યના દક્ષિણમાં તાપી દાહોદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે.

Gujarat Weather Update

દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ

follow google news

Gujarat Weather Update: એક તરફ રાજ્યમાં આકારો તાપ પડી રહ્યો છે તો બીજી તરફ  વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે. ઉત્તર ગુજરાત- સૌરાષ્ટ્રમાં આકરો તાપ પડી રહ્યો છે તો રાજ્યના દક્ષિણમાં તાપી દાહોદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. સોનગઢ તાલુકામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. દક્ષિણ સોનગઢનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. 

આ પણ વાંચો

 
દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ 

રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી આકરી ગરમી પડી રહી છે ત્યારે આજે  દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. તાપી જિલ્લા અને દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો.  દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સવારે આઠ વાગે છોટાઉદેપુરમાં વરસાદ વરસ્યો હતો. વલસાડમાં પણ સવારે માવઠું પડ્યું હતું. એકાએક વાતાવરણમાં પલટો આવતા ધરતી પુત્રોમાં ચિંતા ફેલાઇ હતી. 

ગરમીની પણ આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે તેમજ ગરમીમાં પણ કોઈ રાહત મળશે નહીં. જો ગરમીના પ્રકોપની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, ડીસા અને આણંદમાં તેણી વધારે અસર જોવા મળે તેવું કહેવામાં આવ્યું છે. હાલમાં રાજકોટ,અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને આંબી ગયો છે. અમદાવાદમાં રાજ્યનું મહત્તમ તાપમાન નોંધાયુ હતુ. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં રાજ્યના હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ આવનારા દિવસોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થઈ શકે છે. વર્તમાનના તાપમાન અંગે માહિતી આપતા હવામાન વિભાગે કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40થી વધુ નોંધાયો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં તાપમાન  40 ડિગ્રીથી વધુ નોંધાયો છે.

રાજ્યમાં તાપમાનના આંકડા


અમદાવાદ 41.1 ડિગ્રી
ગાંધીનગર 41.0 ડિગ્રી
ડીસા  40.3 ડિગ્રી
વડોદરા 40.4  ડિગ્રી
અમરેલી 41.6 ડિગ્રી 
ભાવનગર 38.6 ડિગ્રી
રાજકોટ 41.3 ડિગ્રી
સુરેન્દ્રનગર 40.1 ડિગ્રી
મહુવા 37.2 ડિગ્રી
ભુજ  39.9 ડિગ્રી
કંડલા 39.2 ડિગ્રી
કેશોદ  38.8 ડિગ્રી

    follow whatsapp