'હું દિલગીરી વ્યક્ત કરું છું', પાટીદારો પર નિવેદન બાદ વિવાદ વકરતા Vipul Chaudhary એ નમતું જોખ્યું

Gujarat Tak

15 Mar 2024 (अपडेटेड: Mar 15 2024 5:26 PM)

Vipul Chaudhary : મહેસાણામાં અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદનને લઈને વિવાદ વકર્યો છે.

 Vipul Chaudhary

વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજની માંગી માફી

follow google news

Vipul Chaudhary :  મહેસાણામાં અર્બુદા સેના (Arbuda sena)ના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદનને લઈને વિવાદ વકર્યો છે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીના નિવેદન બાદ પાટીદાર સમાજમાં આકરો રોષ જોવા મળી રહ્યો છે.  'પાટીદાર સમાજ વેપારી છે' તેવું નિવેદન આપ્યા બાદ વિપુલ ચૌધરીએ માફી માંગી છે.  તેઓએ કહ્યું કે હું દિલગીરી વ્યક્ત કરું છું.

આ પણ વાંચો

...તે મારી ભૂલ હતી, શરત ચૂક હતીઃ વિપુલ ચૌધરી

વિપુલ ચૌધરીએ જણાવ્યું કે, 'મેં મારી ચિંતામાં શિક્ષણના ક્ષેત્રમાં જે કોઈપણ સમાજનું નામ લીધું તે મારી ભૂલ હતી, શરતચૂક હતી. હું દિલગીરી વ્યક્ત કરું છું.' 

આ પણ વાંચોઃ પાટીદારો માત્ર વેપારી છે, સંસ્થાઓમાં સેવાના નામે માત્ર ધંધા જ ચાલે છે

શું છે સમગ્ર મામલો?

ગત 10 માર્ચના રોજ મહેસાણામાં અર્બુદા સેનાના વડા અને પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદારો પર પ્રહારો કર્યા હતા. તેમણે સુખી સંપન્ન અને સૌથી શક્તિશાળી સમાજો પૈકીના એક એવા સમાજ પાટીદાર સમાજ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ પાટીદારો દ્વારા ચલાવવામા આવતી સંસ્થાઓને વેપારી પેઢીઓ ગણાવી હતી. તેઓએ કહ્યું હતું કે, કડવા અને લેઉવા પાટીદારો વેપારી છે. 

આ પણ વાંચોઃ Exclusive : ચૂંટણી ફંડ માટે કંપનીઓને ED દ્વારા ડરાવવામાં આવી? નાણામંત્રીએ આપ્યો જવાબ

પાટીદાર સમાજ પર કર્યા હતા પ્રહારો

વિપુલ ચૌધરીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કામ કરશે. આંજણા ચૌધરી સમાજની સભ્યોની નોંધણી કરશે. સવા લાખ સભ્યોનું આખું ગ્રુપ બનાવવામાં આવશે. એવા શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કરશે કે જેના કારણે સમાજના છેવાડાના વ્યક્તિને પણ ફાયદો પહોંચે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પાટીદાર સમાજ કડવા અને લેઉવા વેપારીઓ થઇ ચુક્યા છે. પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓમાં સેવાના નામે વેપાર થઇ રહ્યો છે. 

'કડવા અને લેઉવા પાટીદારો વેપારી છે'

પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓમાં હવે સામાન્ય પાટીદારને પણ ફાયદો મળતો નથી. પાટીદાર સંસ્થાઓમાં હવે માત્ર પૈસાનું મહત્વ છે. સેવાનું કોઇ પણ મહત્વ નથી. પાટીદારોની સંસ્થાઓ મોટા ઉદ્યોગપતિઓની વેપારી સંસ્થા બની ચુકી છે. કડવા અને લેઉવા પાટીદારો વેપારીઓ થઇ ચુક્યા છે. જેઓ શિક્ષણ કે હોસ્પિટલ કે અન્ય સેવા સંસ્થાના નામે માત્ર વેપાર કરી રહ્યા છે. પાટીદારોની સંસ્થાઓમાં હવે સેવાનું મહત્વ જરા પણ રહ્યું નથી.

ઈનપુટઃ કામિની આચાર્ય, મહેસાણા

 

    follow whatsapp