નર્મદાઃ નર્મદા જિલ્લામાં વધુ એક વખર રખડતા ઢોરો રસ્તા પર આવી ગયા હતા. જોકે આ વખતે બે ગાયોનો અકસ્માત એક તોતિંગ ટ્રક સાથે થયો હતો. જોકે એક તરફ ટ્રક ચાલક માનવતા ભુલ્યો હતો અને ત્યાંથી ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. ગાયોનું શું થયું તે જોવાની પમ તેણે તસ્દી લીધી ન્હોતી. બીજી તરફ અબોલ પ્રાણીઓની એક બીજા માટેની લાગણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં દેવલિયા પાસે થયેલા અકસ્માતમાં ઘાયલ ગાયો રોડ પર પટકાઈ જતા તેમની સાથે રહેલી અન્ય ગાયો તેમની નજીક આવી ગઈ હતી.
ADVERTISEMENT
અમદાવાદમાં AMTSના લઘુત્તમ ભાડામાં કરાયો 2 રૂપિયાનો વધારો
સામાન્યતઃ અકસ્માત હોય તો માણસો એક બીજાની મદદ માટે આવી જતા હોય છે. જોકે અહીં નર્મદા જિલ્લાના દેવલિયા નજીક થયેલો એક અકસ્માત કાંઈક અલગ જ દ્રશ્યો બતાવી ગયો હતો. અહીં નર્મદાના દેવલિયા નજીકથી એક તોતિંગ ટ્રક પસાર થયો હતો. જ્યાં રસ્તા પર ગાયો ચાલી રહી હતી. ટ્રકે હાઈવે પર જઈ રહેલા આ ટોળા પર ફેરવી નાખતા બે ગાયો ઈજાગ્રસ્ત થઈ હતી. એક ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેને લઈને બાકી ગૌવંશ ત્યાં જ થોભી ગયું અને તુરંત પોતાના ઘાયલ સાથીઓની નજીક જઈને તેમને ઉઠાડવા પ્રયત્ન કરવા લાગ્યું પરંતુ તેઓ ઉઠી શક્તા ન્હોતા. તે ઈજાગ્રસ્ત ગાયોને ઘણી ઈજાઓ થઈ હતી. આ ઘટનાના વીડિયો ત્યાના સ્થાનીકે પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા.
(ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT