Valsad: નાણામંત્રીના ગામમાં જ ભ્રષ્ટાચાર? બ્રિજ બનીને શરૂ થાય તે પહેલા જ પિલ્લર પડી ગયો

Valsad News: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ક્યારેક બ્રિજ પર ગાબડા પડવાની તો નવા રોડ ધોવાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે હવે વલસાડના પારડીમાં 9 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા પેડેસ્ટલ બ્રિજનો પિલ્લર પડી જતા કામની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

Valsad News

Valsad News

follow google news

Valsad News: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ક્યારેક બ્રિજ પર ગાબડા પડવાની તો નવા રોડ ધોવાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે હવે વલસાડના પારડીમાં 9 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા પેડેસ્ટલ બ્રિજનો પિલ્લર પડી જતા કામની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ખાસ છે કે બ્રિજ બનતા પહેલા જ પિલ્લર પડી જવાની ઘટના બની હતી, જો બ્રિજ બની ગયા બાદ આ પ્રકારની દુર્ઘટના ઘટી હોત તો ગંભીર બની હોત. આ મામલે હવે સ્થાનિકો દ્વારા તપાસ કરવાની માંગણી કરાઈ રહી છે.

ટુરિઝમ માટે તૈયાર થતા બ્રિજનો પિલ્લર પડ્યો

વિગતો મુજબ, વલસાડ જિલ્લાના પારડી ગામના દેસાઈવાડ નજીક માછીવાડ વિસ્તારના દરિયા કિનારા પાસે નવનિર્મિત પેડેસ્ટલ બ્રિજનું કામ ચાલતું હતું. ત્યારે બ્રિજના પિલ્લર પડી જતા મોટી હોનારત ટળી હતી. પારડી ટુરિઝમ માટે તૈયાર‌ થઈ રહેલો પુલ સ્મશાનભૂમિ અને 66kw પાવરહાઉસના મધ્યમાં છે. જે અરબસાગરની‌ સુંદરતાના‌ દર્શન ‌માટે તૈયાર થઈ  રહ્યો‌ હતો. જોકે આ બ્રિજ બનીને તૈયાર થાય અને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તે પહેલા જ તેનો પિલ્લર આડો પડી ગયો હતો.

નાણામંત્રીના ગામમાં બની રહ્યો હતો બ્રિજ

નોંધનીય વાત એ છે કે પારડી ખાતે જે પુલ નિર્માણ થઈ રહ્યો હતો તે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈનું ગામ .છે જે ગામની અંદર આજે બ્રિજ નિર્માણ થઈ રહ્યું હતું. તેનો પિલ્લર પડી જતા સમગ્ર વલસાડ જિલ્લામાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. બીજી તરફ આ ઘટના‌ માટે‌ જવાબદાર લોકો‌ ઉપર કાયદો કેવી રીતે કાર્યવાહી થાય તેવી પણ પાર્ટી તેમજ વલસાડ જિલ્લામાં થઈ રહી છે. નોંધનીય વાત એ છે કે ખાડીમાં પાણી આવવાનું હોવાથી પહેલાથી જ બ્રિજનું નિર્માણ  આ વાતને ધ્યાને રાખીને કરાતું હોય છે. તેમ છતાં પાણી આવતા પિલ્લર ઉખડી જતા હવે કામની ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

(ઈનપુટ: કૌશિક જોશી, વલસાડ)

    follow whatsapp