Gujarat Weather: ભરઉનાળે ગુજરાતમાં માવઠું, અનેક વિસ્તારમાં વરસાદ પડતા ધરતીપુત્ર ચિંતાતૂર

Gujarat Tak

• 10:13 AM • 26 Apr 2024

Unseasonal rainfall in Gujarat: રાજ્યમાં ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં વહેલી સાવરે છોટાઉદેપુર, ખેડા, નવસારી, આણંદ અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેરના ચિત્રા, બોર તળાવ, કુંભારવાડા, દેસાઈ નગર, રાજનગર સહિતના વિસ્તારમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું વરસ્યું છે. વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

Unseasonal rainfall

રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ

follow google news

Unseasonal rainfall in Gujarat: રાજ્યમાં ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં વહેલી સાવરે  છોટાઉદેપુર, ખેડા, નવસારી, આણંદ અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેરના ચિત્રા, બોર તળાવ, કુંભારવાડા, દેસાઈ નગર, રાજનગર સહિતના વિસ્તારમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું વરસ્યું છે. વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

આ પણ વાંચો

રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ

આણંદમાં પણ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. હવામાનમાં પલટો આવતાં જ જિલ્લામાં ઠંડી ફેલાઈ ગઈ હતી. ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેમદાવાદ, મહુધા તાલુકામાં વરસાદ થયો હતો. સમગ્ર જિલ્લામાં જ સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ વરસાદ પડ્યો હતો.કમોસમી વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાની સંભાવના છે. આ સિવાય નવસારીમાં ખેરગામ વાંસદા નવસારી અને જલાલપોર તાલુકામાં વરસાદી દ્રશ્યો જોવા મળ્યા હતા. દાહોદમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું.

દાહોદ શહેર સ્ટેશન રોડ તેમજ છાપરી, ગલાલિયાવાડ, રળિયાતી રાબડાલ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. વાતાવરણમાં એકદમ પલટો આવ્યો છે. તીથલરોડ, કોલેજ કેમ્પસ, કચેરી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ છે. વરસાદને કારણે ગરમીનો પારો ગગળ્યો છે. 

અંબાલાલ પટેલની નવી આગાહી

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આજથી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેનાથી કાળઝાળ ગરમીમાં કોઈ રાહત મળશે નહીં. તારીખ 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી 41 ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે. 

    follow whatsapp