દર્શન ઠક્કર/જામનગર: હવામાન વિભાગની આગાહીને પગલે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે જામનગરના જામજોધપુર પંથકમાં કમોસમી વરસાદથી આજે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જામજોધપુરના બાલવા, વડીયા, મેઘપર, આંબરડી સહિતના ગામોનાં નદીનાળાં વહેતા થયા હતા. જામનગરમાં સતત ત્રણ દિવસથી કમોસમી વરસદને પગલે ધરતીપુત્રોની ચિંતા બમણી થઈ છે. તો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
