વાવ વિસ્તારમાં 8 વર્ષના બાળક સાથે બે યુવાનોએ આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો

Niket Sanghani

• 06:53 AM • 22 Mar 2023

ધનેશ પરમાર, બનાસકાંઠા: રાજ્યમાં દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ વાવ પંથકમાં એક ગામમાં બે યુવાનોએ માત્ર આઠ વર્ષના માસુમ પર…

gujarattak
follow google news

ધનેશ પરમાર, બનાસકાંઠા: રાજ્યમાં દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ વાવ પંથકમાં એક ગામમાં બે યુવાનોએ માત્ર આઠ વર્ષના માસુમ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓની આ ગુનાહિત ઘટનાનો વીડિયો ફરતો થયો હતો.જે ભોગ બનનારનાં પિતા સુધી પહોંચતા વાવ પોલીસ મથકે બાળકના પિતાએ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

આ પણ વાંચો

વાવ તાલુકાના એક ગામમાં માત્ર આઠ વર્ષનો એક માસૂમ બાળક શેરીમાં રમી રહ્યો હતો ત્યારે બે યુવકો બાળકને પૈસા તેમજ ચોકલેટ બતાવી લલચાવી ,તેને પોતાની પાસે બોલાવે છે.અને મોઢું દબાવી એક યુવક પોતાના ઘેર તેને લઇ જાય છે.જે બાદ આ બન્ને અપરાધી યુવકો માસુમનાં કપડાં ઉતારી વારાફરતી તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધ નું કૃત્ય આચરે છે.આટલે થી નાં અટકતાં આ બન્ને આ ઘટનાનો પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતારે છે.અને બાળકને ધમકાવી છોડી મૂકે છે .આ ઘટના પંદર દિવસ અગાઉ બની હતી.જોકે ભયભીત ભોગ બનનાર બાળક ,પોતાના સાથે થયેલ અત્યાચાર સહી ને ચૂપ રહે છે.

વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં ભાંડો ફૂટ્યો..
પોતાની સાથે થયેલ અત્યાચાર બાબતે માસુમ બાળક પંદર દિવસ સુધી ભયભીત હોઇ મૌન રહ્યું.જેથી આરોપીઓની હિંમત વધી અને તેમને પોતાના મોબાઈલમાં ઉતારેલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.જે ભોગ બનનાર બાળકના પિતાના ભત્રીજા એ પણ જોયો.જે બાદ ભોગ બનનારનાં પિતાએ પોતાના 8 વર્ષીય બાળક ને પૂછતા તેને સઘળી હકીકત જણાવી,જેથી ચોંકી ઉઠેલા પિતાએ બન્ને નરાધમ વિરૂદ્ધ વાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળાનો જામનગરના લોકોએ લીધો ભરપૂર લાભ, વાનગીઓની મજા માણી

બન્ને અપરાધીઓ વિદ્યાર્થીઓ,જેમાં એક સગીર
આ કૃત્ય આચરનાર બન્ને અપરાધીઓ વિદ્યાર્થીઓ છે.જેમાં એક સગીર છે.અને બન્ને સ્કૂલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. હાલ ઈન્ટરનેટ યુગ માં અભ્યાસ અર્થે વાલીઓ પોતાના બાળકો ને મોબાઈલ લઈ આપે છે અને સંતોષ માને છે કે બાળક ને તે અભ્યાસ માં મદદ કરશે .જોકે બાળકો તેનો દુરુપયોગ કરી,પોર્ન સાહિત્ય પણ જોતા હોય છે.અને તે બાદ તેમની માનસિકતા બગડે છે.અને આવા કિસ્સા બનતા હોય છે .ત્યારે માતાપિતાએ પણ પોતાના બાળક ની મોબાઈલ એક્તિવિટી પર વોચ રાખવી જરૂરી બન્યું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp